Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

રિલાયન્સ રિફાઇનિંગ-પેટ્રોકેમિકલની ૨૫% હિસ્સેદારી પર સાઉદી અરામકોની નજરઃ ડીલ પર મંત્રણા ચાલુ

રિલાયન્સ પાસે ૧૦-૧પ અબજ ડોલર અપાવી શકે છે

નવી દિલ્હી, તા.૧૭: વિશ્વની સૌથી નફાકારક કંપની સાઉદી અરામકો અને ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) ની વચ્ચે એક મોટો સોદો થઇ શકે તેવી શકયતા છે. માનવામાં આવી રહ્યું છે કે અરામકો દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસનો ૨૫ ટકા ભાગ ખરીદવા માટે બે વચ્ચે ગંભીર વાતચીત ચાલી રહી છે.

સાઉદી અરેબિયાની સાઉદી અરામકો વિશ્વની સૌથી મોટી તેલ નિકાસકાર છે. એવું માનવામાં આવે છે કે તેણે રિલાયન્સમાં ચાર મહિના પહેલા રસ દર્શાવ્યો હતો. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાન ફેબ્રુઆરીમાં ભારત મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે સૌથી શ્રીમંત ભારતીય મુકેશ અંબાણીની મુલાકાત કરી હતી. ત્યારથી આ સોદા પર વાટાઘાટો થઇ રહી છે.

આ બાબતે માહિતી ધરાવતા લોકોએ જણાવ્યું હતું કે જુનની આસપાસ મૂલ્યાંકન પર કરાર થઈ શકે છે. નાના હિસ્સાના વેચાણ દ્વારા આરઆઇએલ પાસે ૧૦-૧૫ અબજ ડોલર આવી શકે છે. જયારે આરઆઇએલનો રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સનો વ્યવસાય આશરે ૫૫-૬૦ અબજ ડોલરનો છે. મંગળવારે, આરઆઇએલનું બજાર કેપ ૧૨૨ અબજ ડોલર એટલે કે ૮.૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું.

એવું કહેવામાં આવે છે કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ગોલ્ડમેન સેકસે આ સોદો સૂચવ્યો હતો. ફાઇનાન્શિયલ સેકટરના ફાઇનાન્શિયલ નિષ્ણાતએ જણાવ્યું હતું કે, ઙ્કઆરઆઇએલએ ઊર્જાથી માંડી રિટેલ અને રિટેલથી માંડી ટેલિકોમ ક્ષેત્રે દ્યણો વિકાસ કર્યો છે. તેને વર્ગીકૃત કરવાની જરૂર છે. કેટલાક વર્ટિકલ્સ દ્વારા વધુ ઉત્પાદન બનાવવું તે યોગ્ય છે. આ ફંડ વેપાર વધારવામાં અને શેરધારકના મૂલ્યમાં વધારો કરવામાં મદદ કરશે.

(11:32 am IST)