Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ઈન્કમટેક્ષના ફોર્મ નં. ૧૬ અને ૨૪-કયુમાં ધરખમ ફેરફારો

ટેક્ષચોરી અટકાવવા પગલુઃ ફોર્મ નં. ૧૬માં મકાનથી આવક અને અન્ય માલિક પાસેથી પ્રાપ્ત પારિતોષિક સહિત વિવિધ બાબતોને જોડવામાં આવી

નવી દિલ્હી, તા. ૧૭ :. આયકર વિભાગે ટીડીએસ પ્રમાણપત્ર એટલે કે ફોર્મ નં. ૧૬માં ફેરફાર કર્યો છે. જેમાં મકાનથી આવક અને અન્ય માલિક તરફથી પ્રાપ્ત પારિતોષિક સહિત વિવિધ બાબતોને જોડવામાં આવી છે. આ પ્રકારથી આને વધુ વ્યાપક બનાવવામાં આવેલ છે જેથી ટેક્ષ આપવાથી બચવા પર લગામ કસી શકાય.

આમા વિવિધ ટેકસ સેવિંગ યોજનાઓ, ટેકસ બચત પ્રોડકટમાં નિવેસના સંદર્ભમાં ટેકસ કપાત, કર્મચારી દ્વારા પ્રાપ્ત વિવિધ ભથ્થાની સાથે અન્ય સ્ત્રોતથી પ્રાપ્ત આવકના સંદર્ભમાં અલગ અલગ માહિતી પણ સામેલ થશે. ફોર્મ નં. ૧૬ એક પ્રમાણપત્ર છે જેને માલિક જારી કરે છે અને તેમા કર્મચારીઓના ટીડીએસની માહિતી હોય છે. જેને જૂનના મધ્યમાં જારી કરવામાં આવે છે અને જેનો ઉપયોગ આયકર રીટર્ન ભરવામાં કરવામાં આવે છે.

આયકર વિભાગ તરફથી સુધારેલુ ફોર્મ ૧૨મી મે ૨૦૧૯થી અમલી બની જશે. એનો અર્થ એ છે કે ૨૦૧૮-૧૯ માટે આયકર રીટર્ન સંશોધીત ફોર્મ નં. ૧૬ના આધાર પર ભરવાનું રહેશે. અન્ય બાબતો ઉપરાંત નવા ફોર્મ નં. ૧૬માં બચત ખાતામાં જમા પર વ્યાજના સંદર્ભમાં કપાતની વિગત અને છૂટ અને સેસ (જ્યાં લાગુ હોય) પણ સામેલ થશે.

આયકર વિભાગે વર્ષ ૨૦૧૮-૧૯ માટે આયકર રીટર્ન ફોર્મને જાહેર કર્યુ છે. પગારદાર વર્ગ અને જે પોતાના ખાતાના ઓડીટ નથી કરાવતા તેમણે આ વર્ષે ૩૧ જુલાઈ સુધીમાં આઈટીઆર ભરવાનું રહેશે.

આ દરમિયાન આયકર વિભાગે ફોર્મ નં. ૨૪ કયુમાં પણ ફેરફાર કર્યો છે જે માલિક ભરીને ટેકસ વિભાગને આપે છે. જેમાં બીનસંસ્થાગત એકમોના સ્થાયી ખાતાની સંખ્યાની વધારાની વિગત સામેલ હશે જેનાથી કર્મચારીઓએ મકાન બનાવવા કે ખરીદવા લોન લીધી હોય. ફોર્મ નં. ૧૬ અને ૨૪-કયુમાં ફેરફાર કરવાનો હેતુ ટેકસ ચોરી રોકવાનો છે.

(10:32 am IST)