Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

બાઇક અને સ્કૂટર ખરીદવું મોંઘુ બનશે, હીરોએ કિંમતમાં કર્યો વધારો

નવી દિલ્હી, તા.૧૭: જો તમે બાઇક અથવા સ્કૂટર લેવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. દેશની સૌથી મોટી ટૂ વ્હીલર બનાવતી કંપની હીરો મોટોકોર્પે (Hero MotoCorp) તેના તમામ પ્રોડકટ્સ પર ૧ હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, અન્ય કંપનીઓ પણ કિંમતમાં વધારો કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ખર્ચ વધવાને લીધે HeroMotoCorpએ કિંમતો વધારી છે. પરંતુ જુદા-જુદા મોડલ ઉપરાંત બજાર માટે આ વધારો અલગ હશે.

હીરો મોટોકોર્પએ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ઘરેલુ માર્કેટમાં ટુ-વ્હીલરના વેચાણ મામલે વિરોધી હોન્ડા સાથે અંતર વધુ વધારી લીધું છે. હીરો મોટોકોર્પનું વેચાણ હોન્ડાથી લગભગ ૨૦ લાખ એકમ વધુ રહ્યું છે. ગયા નાણાંકીય વર્ષમાં હીરો મોટોકોર્પનું વેચાણ ૭૮,૨૦,૭૪૫ એકમ રહ્યું. જયારે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાનું વેચાણ ૫૯,૦૦,૮૪૦ એકમ રહ્યું.

આમ, હીરો મોટોકોર્પનું વેચાણ હોન્ડા કરતાં ૧૯,૧૯,૯૦૫ એકમ વધુ રહ્યું. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં હીરો મોટોકોર્પનું વેચાણ ૭૫,૮૭,૧૩૦ એકમ રહ્યું હતું, જયારે હોન્ડાનું વેચાણ ૬૧,૨૩,૮૭૭ એકમ રહ્યું હતું.

પાછલા નાણાંકીય વર્ષમાં પ્રીમિયમ મોટરસાયકલમાં એકસટ્રીમ ૨૦૦ આર અને ડેસ્ટિની ૧૨૫દ્ગચ માર્કેટમાં ઉતારતાં વેચાણમાં વધારાનો સિલસિલો કાયમ રહ્યો હતો. બીજી બાજુ, હોન્ડાએ ૨૦૨૦ સુધી હીરોને પાછળ કરવાનું મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખ્યું છે. કંપનીનું કહેવું છે કે, ૨૦૧૮-૧૯દ્ગક્ન બીજા છ મહિનામાં પડકારરૂપ પરિસ્થિતિઓને કારણે પહેલાં છ મહિનામાં મળેલ લાભ પૂરો થઇ ગયો.

(10:31 am IST)