Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

દિલ્લી : દરવાજામાં મહિલાની સાડી ફસાણી થોડા સમય પછી ઘસડાઇને મેટ્રો અટકી

દિલ્લીમાં મોતીનગર સ્ટેશન પર મંગળવારના મેટ્રોથી ઉતરતી વખતે એક મહિલાની સાડીનો પલ્લુ દરવાજામાં ફસાઇ ગયો જે પછી પ્લેટફોર્મ પર એને થોડે સુધી ઘસડાયા પછી ટ્રેન રોકાઇ. એક યાત્રીએ ઇમરજન્સી બટન દબાવી તેની સૂચના આપી હતી. મહિલાના માથામા ઇજા થઇ છે અને એનો ઇલાજ ચાલુ છે.

(8:48 am IST)