Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

''ગિફટ ટુ એન્ટાયર પ્લાનેટ'': ગુરૂ નાનકદેવના ૫૫૦મા જન્મ જયંતિ વર્ષની ઉજવણી નિમિતે સમગ્ર વિશ્વમાં વસતા શીખોનો પ્રશંસનીય નિર્ણયઃ વર્ષ દરમિયાન ૧ મિલીયન નવા વૃક્ષો વાવવાનો સંકલ્પઃ લોકોનું કુદરત સાથેનું સાનિધ્ય જાળવી રાખી પર્યાવરણ શુધ્ધિનો હેતુ

વોશીંગ્ટનઃ ગુરૂ નાનકદેવના ૫૫૦મા જન્મ જયંતિ વર્ષની ઉજવણી નિમિતે વિશ્વમાં વસતા તમામ શીખોએ એક પ્રશંસનીય નિર્ણય કર્યો છે. જે મુજબ તેઓ ''ગિફટ ટુ ધ એન્ટાયર પ્લાનેટ'' પ્રોગ્રામ હેઠળ વર્ષ દરમિયાન ૧ મિલીયન નવા વૃક્ષો વાવશે. જેનો હેતુ લોકોને પ્રદુષણથી મુકત કરી પર્યાવરણ શુધ્ધિ માટેનો છે. જેથી લોકોને સ્વચ્છ અને તાજી તથા કુદરતી હવા મળી રહે તથા લોકોનું કુદરત સાથેનું જોડાણ જળવાઇ રહે તેવો છે.

આ માટે વોશીંગ્ટન ડી સી ખાતેના એન્વાયરમેન્ટ ઓર્ગેનાઇઝેશન 'Eco shikh'ના પ્રેસિડન્ટ તથા આ પ્રોજેકટના કો.ઓર્ડીનેટરએ જણાવ્યા મુજબ તેમનો પ્રોજેટ ભારત, મલેશિયા, પાકિસ્તાન, યુ.એસ.યુ.કે. ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ,હોંગકોંગ, તથા નોર્વે સહિતના તમામ દેશોમાં અમલી બનાવાશે.

(9:13 pm IST)