Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

નોટબંધી સમયનો માહોલ ઉભો કરવા માટે આ ષડયંત્ર રચાયું છે ?: કેશસંકટ મુદ્દે શિવરાજસિંહ ચૌહાણનો અણીયારા સવાલ !

 

ભોપાલ :હાલમાં કેસ સંકટ જોવાઈ રહયું છે પરિસ્થિતિએ ફરી નોટબંધીની યાદ તાજી કરાવી છે.છેલ્લા એકાદ સપ્તાહથી સ્થિતિ કથળી છે ત્યારે મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે કેશસંકટને  ષડયંત્ર ગણાવ્યું છે.

   મધ્યપ્રદેશના શાજાપુરમાં ખેડૂતોને સંબોધતા મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે આક્ષેપ કરતા કહ્યું કે નોટબંધી પહેલા 15 લાખ કરોડ રૂપિયાની રોકડ ચલણમાં હતી. પરંતુ નોટબંધી બાદ તે વધીને 16 લાખ 50 હજાર કરોડ થઈ ગઈ. પરંતુ બજારમાંથી બે હજારની નોટો ગાયબ થઈ ગઈ છે. પરંતુ બે-બે હજારની નોટો ક્યાં જાય છે. કોણ દબાવી રાખે છે. કોણ રોકડની અછત ઉભી કરે છે. શું નોટબંધી સમયનો માહોલ ઉભો કરવા માટે ષડયંત્ર રચાયું છે.

   એક અંદાજ પ્રમાણે નોટબંધી બાદની 99 ટકા રોકડ ચલણમાં પાછી આવી છે. તેમ છતા નાણાકીય સંકટ યથાવત છે. નોટબંધી પહેલા, ત્યારબાદની અને ચાલુ વર્ષની નાણાકીય સ્થિતિ પર નજર કરીએ તો.

   સૌથી મોટી સમસ્યા બે હજારની નોટની છે. બેંક ઓફિસરોનું કહેવું છે કે 2000 ની નોટોની જમાખોરી થાય છે. એટલે તેની અછત સર્જાઈ છે. 2000ની નોટના સર્કયુલેશનમાં ઘટાડો આવ્યો છે. બેંક એટીએમના નાની ચલણી નોટો ભરે છે. જેથી રોકડ જલ્દી પુરી થઈ જાય છે. જ્યારે કે કેટલાક બેંક ઓફિસરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ડિપોઝિટમાં ઘટાડો આવ્યો છે. જેની સામે રોકડનો ઉપાડ વધ્યો છે.

(12:57 am IST)