Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ભારતના યુવાઓને સ્માર્ટફોનનું વળગણ :દરરોજ સાત કલાક કરે છે ઉપયોગ

બાળકોને દિવસમાં બે કલાકથી વધારે સમય સ્માર્ટફોનનો ઉપયોગ કરવા ન દો ;સંશોધકોની ભલામણ

 

નવી દિલ્હી: ભારતના યુવાઓને સ્માર્ટફોનનું વળગણ લાગ્યું છે અને મોટાભાગના યુવાનો દરરોજ સરેરાશ સાત કલાક સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે નવી માહિતીથી અજાણ રહેવાય એની ચિંતાને લીધે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ રોજ 150થી વધુ વખત તેમનો સ્માર્ટફોન ચેક કરે છે.

 

   તાજેતરમાં કરાયેલ અભ્યાસમાં આવા ચોંકાવનારા તારણો આવ્યા છે. સિવાય, ફોન કરવાનો હોય કે બીજુ કોઇ કામ હોય તો પણ તેમના સ્માર્ટફોન દ્વારા યુટ્યુબ ઉપર ફિલ્મો જુએ છે અથવા સોશિયલ મીડિયા પર મનોરંજનના સમાચારો વાંચે છે.
  
અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા સ્માર્ટફોન ડિપેન્ડેન્સી, હીડોનિઝમ એન્ડ પરચેઝ બિહેવીયર, ઇમ્પ્લીકેશન ફોર ડિજીટલ ઇન્ડિયા ઇનિશિયેટીવ્સ વિષય પર અભ્યાસ કરવામાં આવ્યો. ઇન્ડિયન કાઉન્સિલ ફોર સોશ્યલ સાયન્સ રિસર્ચ (નવી દિલ્હી) દ્વારા અભ્યાસ માટે આર્થિક સહાય કરવામાં આવી હતી.

પ્રકારનો અભ્યાસ ભારત દેશમાં પહેલી વખત કરવામાં આવ્યો છે. અભ્યાસને બે વર્ષ લાગ્યા છે અને લોકોના સ્માર્ટફોન ઉપયોગ કરવાની રીત અને તેને સંબધિત વપરાશકર્તાની ટેવો વિશે અભ્યાસ કરવામાં આવ્યો છે.

  અભ્યાસના પ્રોજક્ટ ડિરેક્ટર ડો. મહોમંદ નાવેદ ખાને જણાવ્યુ કે, અભ્યાસમાં આવેલા તારણો ખરેખર ચિંતાજનક છે. યુવાનોની સ્માર્ટફોનની લત તેમના આરોગ્ય અને અભ્યાસ પર માઠી અસરો કરશે. ઘણા સંશોધકોએ ભલામણો કરી છે કે, બાળકોને દિવસમાં બે કલાકથી વધારે સમય સ્માર્ટફોનનો ઉપયોગ કરવા દો.

   અભ્યાસના પ્રાથમિક તારણો રસપ્રદ છે. જેમ કે, અભ્યાસમાં માત્ર 26 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું કે, સ્માર્ટફોનનો ઉપયોગ ફોન કરવા માટે કરે છે અને બાકીના ઉત્તરદાતાઓએ કહ્યું કે, સ્માર્ટનો વપરાશ અન્ય બાબતો માટે કરે છે. ઉપરાંત, 63 ટકાથી વધુ ઉત્તરદાતાઓ જણાવ્યું કે, તેઓ રોજ ચારથી સાત કલાક સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ખુદ સંશોધકો પણ ચોંકી ગયા કે, 23 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે, તેઓ રોજ આઠ કલાકથી વધારે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.

એક અંદાજ પ્રમાણે, 2020 સુંધીમાં ભારતમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 690 મિલીયનને પાર કરી જશે. દેશમાં 80 ટકાથી વધુ કોલેજ જતા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન છે. સંશોધકોએ જણાવ્યુ કે, તેમના સંશોધન પાછળ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્માર્ટફોન પર કેટલા નિર્ભર છે જાણવાનો છે.

(12:48 am IST)