Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

25 વર્ષ પહેલાની એક ભૂલ માટે પસ્તાવો:ફિલ્મમેકર સતીશ કૌશિકે માંગી બોનીકપુરની માફી

બોલિવૂડના જાણીતા ડિરેક્ટર સતિશ કૌશિકને 25 વર્ષ પહેલા કરેલી પોતાની એક ભૂલ માટે પસ્તાવો થઈ રહ્યો છે. કારણે તેણે બોની કપૂરની માફી માગી હતી. સતિશ કૌશિકતેરે નામજેવી મેગાહિટ ડિરેક્ટ કરી ચૂક્યા છે. ઉપરાંત તેઓ ટીન પ્રેગ્નન્સી જેવા સોશિયલ ઈશ્યૂને લઈતારી સંગમૂવી પણ બનાવી ચૂક્યા છે. ફિલ્મ માટે પણ ક્રિટિક્સે તેમના વખાણ કર્યાં હતાં. ઉપરાંત મિસ્ટર ઈન્ડિયા, રામ લખન, દિવાના મસ્તાના, બડે મિયાં છોટે મિયાં, વગેરે જેવી ફિલ્મમાં કામ કરી ચુક્યા છે

‘   રૂપ કી રાની ચોરો કા રાજાફિલ્મમાં ડિરેક્ટર તરીકે સતિષ કૌશિકને બોની કપૂરે પહેલો બ્રેક આપ્યો હતો. સતિશ કૌશિક ફિલ્મને પોતાની સૌથી ડિઝાસ્ટર ફિલ્મ માને છે. સતિશ કૌશિકને 25 વર્ષ પછી પણ ફિલ્મનો ડંખ મનમાં રહ્યો છે અને કારણે તેણે બોની કપૂરની માફી માગી છે.

   સતિશ કૌશિકે હવે 25 વર્ષ પછી ફિલ્મના ફ્લોપ થવા મામલે બોની કપૂરની માફી માગી છે. સતિશ કૌશિકે ટ્વિટ કરીને લખ્યું કે,’બોની કપૂરે ડિરેક્ટર તરીકે મને પહેલો બ્રેક આપ્યો હતો. ફિલ્મ મારા માટે એક બાળક જેવી છે પરંતુ બોની કપૂરજીની હું એટલા માટે માફી માગવા ઈચ્છું છું કે ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ ગઈ હતી.’

   અનિલ કપૂર અને શ્રીદેવીની ફિલ્મરૂપ કી રાની ચોરો કા રાજા’ 1993માં રિલીઝ થઈ હતી.બોલિવૂડના ડિરેક્ટર અને શ્રીદેવીના પતિ બોની કપૂરે ફિલ્મરૂપ કી રાની ચોરો કા રાજાને પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં શ્રીદેવી, અનિલ કપૂર ઉપરાંત જેકી શ્રોફ અને અનુપમ ખેરે પણ લીડ એક્ટર્સ તરીકે કામ કર્યું હતું.

   અનિલ કપૂર અને શ્રીદેવીની ફિલ્મરૂપ કી રાની ચોરો કા રાજામાં બે ભાઈઓની સ્ટોરી છે. જે કોઈ કારણોસર નાનપણમાં અલગ પડી જાય છે. પછી તેઓ ભેગા થાય છે ત્યારે પોતાના પિતાની હત્યાનો બદલો લે છે. ફિલ્મમાં બોની કપૂરે મોટી સ્ટારકાસ્ટ લીધી હતી છતાં ફિલ્મ બોક્સઓફિસ પર પછડાઈ હતી. નોંધનીય છે કે શ્રીદેવીએ 50 વર્ષના કરિયરમાં 300 ફિલ્મ્સ કરી હતી. જેમાં ફિલ્મ સુપરફ્લોપ ગણવામાં આવે છે.

(12:37 am IST)