Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

પાકિસ્તાન ફરીવાર બેનકાબ :ખાલિસ્તાની આતંકવાદી ગોપાલસિંહ અને હાફિઝ સઈદની તસ્વીર બહાર આવી

ચાવલા જમાત ઉદ દાવાનાં કાર્યક્રમમાં જોવા મળી રહ્યો છે

 

લાહોર :પાકિસ્તાન ફરીવાર બેનકાબ થયું છે ભારતમાં અશાંતિ ફેલાવવા માટે આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ કરનાર પાકિસ્તાન પંજાબમાં ફરીથી આતંકવાદ ફેલાવવાનાં પાકિસ્તાન અને તેનાં તાબામાં કામ કરનારા આતંકવાદી સંગઠનોની પોલ ખોલતી એક તસ્વીર સામે આવી છે તસ્વીરમાં આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા ચીફ હાફિઝ સઇદ ખાલિસ્તાની આતંકવાદી ગોપાલ સિંહ ચાવલાની સાથે જોવા મળે છે. તસ્વીર લાહોરની છે

  દેખાઇ રહેલી પહેલી તસ્વીર (ડાબી તરફ)માં ચાવલા જમાત ઉદ દાવાનાં કાર્યક્રમમાં જોવા મળી રહ્યો છે, જેમાં હાફીઝ સઇદ પણ હાજર છે. બીજી તસ્વીર (જમણી) તસ્વીર જુની છે, જેમાં ચાવલા જમાત ઉદ દાવા સરગણો હાફિઝ સઇદની સાથે જોવા મળી રહ્યા છે. હાલની તસ્વીરોમાં એકવાર ફરીથી સાબિત થયું છે કે કઇ રીતે પાકિસ્તાન સંચાલિત જૈશ મોહમ્મદ અને જમાત ઉદ દાવા જેવા આતંકવાદી સંગઠન ખાલિસ્તાની આતંકવાદીઓનું સમર્થન કરી રહ્યા છે

   અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપાલ સિંહ ચાવલાએ પાકિસ્તાની અધિકારીઓનાં નિર્દેશ પર હાલમાં   14 એપ્રીલે (બૈશાખીનાં દિવસે) ભારતીય અધિકારીઓને પંજા સાહેબ ગુરૂદ્વારામાં જતા અટકાવ્યા હતા. તેની પહેલા 12 એપ્રીલે પણ ભારતીય અધિકારીઓને શિખ તીર્થયાત્રીઓને વાઘામાં મળતા અટકાવવામાં આવ્યા હતા. દિવસે ખાલસાની 320મી વર્ષગાંઠ મનાવવામાાં આવી રહી હતી

    ભારતમાંથી આશરે 1800 શીખ તીર્થયાત્રીઓ બૈશાખી પ્રસંગે પાકિસ્તાન પહોંચ્યા હતા. જો કે પાકિસ્તાને તકનો ઉપયોગ કરીને પોતાનાં ભારત વિરોધી દૂષ્પ્રચાર માટે કરવામાં આવ્યો. શીખોનાં પવિત્ર સ્થાન પંજા સાહેબની પરિક્રમા દરમિયાન પાકિસ્તાનનાં ઇશારે શીખ કટ્ટર પથીઓએ અહીં શીખ રેફરેન્ડમ 2020નાં પોસ્ટર પર લહેરાવ્યા હતા

(12:24 am IST)