Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સુરતથી અમેરિકા ફરવા ગયેલ દંપતિ અને પુત્ર-પુત્રીના મૃતદેહો મળ્યાઃ પુરમાં ફસાઇ જવાથી મોત થયાનું તારણ

સુરત: સુરતથી અમેરિકા ફરવા ગયેલ દ‌િક્ષિણ ભારતીય પરીવારના ૪ સભ્‍યોના મૃતદેહો મળી આવતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. તેઓ ઘણા દિવસથી લાપતા હતા. પુરમાં કાર ફસાઇ જવાથી તેમનું મોત થયાનું પ્રાથમીક તપાસમાં ખુલ્‍યું છે. યુનિયન બેંકમાં ફરજ બજાવતાં દક્ષિણ ભારતીય પરિવાર ફરવા માટે અમેરિકાના કેલિફોર્નિયા ગયા હતાં. જ્યાંથી ગત પાંચમી એપ્રીલથી ગુમ થઈ ગયા હતા. જેથી તેમના પરિવારજનોએ કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મ સ્વરાજને ટ્વિટ કરીને મદદ માટેની પુકાર લગાવી છે. અને સુષ્મા

સ્વરાજએ પણ તેમના પરિવારની માહિતી મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ હાલ તો તેઓના મૃતહેદો મળી આવતા સ્વજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

ઉલ્લેથનિયા છે કે સુરતથી અમેરિકાના કેલિફોર્નિયા ગયેલા સંદીપ થોટ્ટાપિલ્લાઈ અને તેમની પત્ની સૌમ્યા, બાળકોમાં સિધ્ધાંત અને પુત્રી સાચી સાથે ઘરવાળાની અંતિમ વાત પણ થઈ હતી. પરંતુ તેઓ પોર્ટલેન્ડમા હોન્ડા પાયલોટ કંપનીની મરૂન કલરની કારમાં સાન જોસ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર લાપતા બની હતી. વેલેન્સીયા ખાતેના તેમના કુટુંબીજનોએ વાતને સમર્થન આપ્યું હતું.

સંદીપના પરિવારના સભ્યો દ્વારા સોશિયલ મીડિયામાં પરિવારના ગૂમ થયા અંગે મદદ લેવામાં આવી રહી છે. ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયામાં સંદીપના પિતા બાબુ સુબ્રમણ્યમ થોટ્ટાપિલ્લઈ અને ભાઈ સચિન દ્વારા પણ સોશિયલ મીડિયામાં પરિવાર ગુમ થયા અંગે ફોટા સહિતની વિગતો શેર કરવામાં આવી હતી.

સુરતના આનંદ મહેલ રોડ પર રહેતા સંદીપ થોત્તાપિલ્લે પત્ની અને બાળકો સાથે કેલિફોર્નિયાના પોર્ટલેન્ડના ઓરેજોનથી સાન જોસ જઈ રહ્યા હતા ત્યારે ગૂમ થઈ ગયા હતા. મળેલી માહિતી પ્રમાણે થોત્તાપિલ્લે પરિવાર નોર્થ લેગેટથી એસયુવી કારમાં શુક્રવારે મુસાફરી કરી રહ્યો હતો.મુસાફરી દરમિયાન અચાનક આવેલા પ્રચંડ પુરમાં તેમની કાર ફસાઈ જવા પામી હતી. ત્યાર બાદ સંદીપ અને તેમના પરિવારની કોઈ ભાળ મળી શકી હતી.

(7:27 pm IST)