Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

અમેરીકાના શિકાગોમાં રેસ્‍ટોરન્‍ટમાં ભોજન લીધા બાદ ગ્રાહક સ્‍વાદનો દિવાનો થઇ ગયોઃ બિલ કરતા મોટી રકમ ટીપમાં આપી દીધી

ન્‍યુયોર્કઃ  અમેરીકાના શિકાગોમાં અેક ગ્રાહકે રેસ્‍ટોરન્‍ટમાં ભોજન લીધા બાદ સ્‍વાદનો દિવાનો થઇ ગયો હતો અને બિલ કરતા મોટી રકમ વેઇટરને ટીપમાં આપી દીધી હતી. સિએટલના રહેવાસી માઇક શિકાગોની બોકા રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા. જમ્યા બાદ તેમનું બિલ આવ્યુ 759 ડોલર એટલે લગભગ પચાસ હજાર રૂપિયા. માઇક ત્યાંનુ ખાવાનું અને સેવાથી એટલા ખુશ થઇ ગયા કે તેમણે ટીપમાં 2000 ડોલર આપી દીધા. એટલે કે આશરે 1 લાખ 31 હજાર રૂપિયા તેમણે ટીપ તરીકે વેઇટરને આપ્યા. જમવાનું બિલ હતુ પચાસ હજાર રૂપિયાની આસપાસનું અને ટીપ 1 લાખ 31 હજાર રૂપિયા આપી. ચોંકી ગયા ને તમે !

બોકાને પહેલા 300 ડોલર ટીપ આપવામાં આવી અને ફરી કિચનમાં પહોચી રેસ્ટોરન્ટના દરેક સ્ટાફને 100-100 ડોલર વધુ આપ્યા. એટલે કુલ મળીને 17 લોકોનો સ્ટાફ હતો.

(7:15 pm IST)