Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

હવે યુપીમાં 'કઠુઆકાંડ': ૮ વર્ષની બાળકીનો રેપ કરી હત્યા!

લગ્ન પ્રસંગમાં આવેલી બાળકી સાથે દુષ્કર્મ કરી ગળુ દબાવીને હત્યા કરાઇઃ ૧૮ વર્ષના આરોપીની ધરપકડઃ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયુ

એટા તા. ૧૭ : જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની બાળકી સાથે રેપ કરી તેની બર્બર હત્યા કરવા સમાન મામલો હવે યુપીના એટામાં સામે આવ્યો છે. કઠુઆ અને સુરત બાદ હવે એટામાં પણ આઠ વર્ષની માસુમ બાળકી સાથે રેપ કરીને હત્યાનો મામલો સામે આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના ગઇકાલે મોડી રાતની છે. પીડિત બાળકી પોતાના પરિવારની સાથે એક લગ્ન સમારોહમાં સામેલ થવા આવી હતી. આ દરમિયાન આરોપીએ દારૂના નશામાં પહેલા માસુમનું અપહરણ કર્યું અને રેપ બાદ તેની ગળું દબાવીને હત્યા કરીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપીની ધરપકડ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી લગ્ન સમારોહમાં ટેન્ટ લગાવાનું કામ કરે છે. આરોપીએ પહેલા બાળકીનું અપહરણ કર્યું અને રેપ કરીને દોરડાથી ગળુ દબાવીને તેની હત્યા કરી નાખવામાં આવી.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના સ્થળે તે સમયે લગ્નની વિધિ ચાલી રહી હતી અને ઘરમાં તેજ મ્યુઝીક પણ વાગી રહ્યું હતું. દરેક લોકો લગ્નના રિવાજમાં વ્યસ્ત હતા. સૂત્રોના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી બાળકી જ્યારે પરિજનોને જોવા મળી નહી, તો તેઓને તેની શોધખોળ શરૂ કરી અને પોલીસે આરોપીની ધરપકડ કરી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.(૨૧.૨૨)

 

(3:57 pm IST)