Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રિલાયન્સ જીયોનો ટીવીની દુનિયામાં ધમાકોમાત્ર ૨ રૂપિયામાં HD ચેનલ બતાવશે

યૂઝર્સને ૨૦૦ SDઅને HD ચેનલ માત્ર ૪૦૦ રૂપિયા પ્રતિ મહિનામાં દેખાડશે.

મુંબઈ, તા.૧૭ : મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા પછી રિલાયન્સ જિયો હવે ટીવીની દુનિયામાં ધમાકો કરવા તૈયારી કરી રહી છે આ સિવાય રિલાયન્સ કંપની બ્રોડબેન્ડ આપવાની તૈયારીમાં છે રિલાયન્સ જિયો ટૂંક સમયમાં DTH  સેટ ટોપ બોકસ અને ઇન્ટરનેટ પર આધારિત IPTV  લોન્ચ કરી શકે છે. જોકે કંપની તરફથી સત્ત્।વાર રીતે કોઇ પણ માહિતી આપવામાં આવી નથી.

અહેવાલ મુજબ રિલાયન્સ જિયો હવે નવી સર્વિસ પર કામ કરી રહી છે અને તેJIO HOMEે છે.

એક રિપોર્ટ અનુસાર,  યૂઝર્સને ૨૦૦JIO HOME TV   અને HD ચેનલ માત્ર ૪૦૦ રૂપિયા પ્રતિ મહિનામાં દેખાડશે. એટલે કે કંપની ૨ રૂપિયામાંHD  ચેનલ બતાવશે. પ્લાનમાં માય જિયો એપમાં એડ કરી દેવામાં આવ્યા છે. જોકે હજુ તે અંગે સ્પષ્ટતા નથી કે JIO HOME TV સર્વિસ DTH  સેટ ટોપ બોકસ સર્વિસની જગ્યા લેશે કે પછી એક અલગ જ સર્વિસ હશે.

જિયો ટીવીને લઇને પહેલા પણ દ્યણી ચર્ચા થઇ ચૂકી છે કે જિયો પોતાની ટીવી સર્વિસ ઇન્ટરનેટની મદદથી આપશે, તેની ટેસ્ટિંગ ચાલી રહી છે. દ્યણી વખત જિયોના સેટ ટાઙ્ખપ બોકસની ફોટો પણ સામે આવી છે, થોડા સમય પહેલા જિયો બ્રોડકાસ્ટ એપને ગૂગલ પ્લે સ્ટોરમાં જોવા મળી હતી, જેમાં હતુ કે જિયો HD કવોલિટી ની સ્ટ્રીમિંગ જિયો બ્રોડકાસ્ટ સર્વિસ આપશે

ગત વર્ષે જિયોએ કહ્યુ હતુ કે તેઓ ભારતમાં eMBMS બ્રોડકાસ્ટ સ્ટ્રીમિંગ આપશે, જોકે કંપની હાલમાં તેની પર કામ કરી રહી છે.

તમને જણાવી દઇએ કે, તાજેતરમાં એવી ચર્ચા હતી કે રિલાયન્સ જિયો એવું લેપટોપ લાવવાની તૈયારીમાં કરી રહી છે, જેમાં મોબાઇલની જેમ સિમ કાર્ડ લગાવી શકાશે, એટલે કે ઇન્ટરનેટ ચલાવવા માટે અલગથી ડેટા કાર્ડ અથવા તો WIFI કનેકશનની જરૂર નહી પડે. રિલાયન્સ જિયો અમેરિકન કંપની કવાલકાઙ્ખમની સાથે મળીને એવું લેપટોપ લાવવાની તૈયારી કરી રહી છે આ લેપટોપ વિન્ડોઝ ૧૦ પર કામ કરશે.

(12:57 pm IST)