News of Monday, 16th April 2018

આઝાદી બાદ દેશનો સૌથી કાળો તબક્કો :ઉન્નાવ અને કઠુઆની ઘટનાથી પૂર્વ અમલદારોએ લખ્યો વડાપ્રધાનને ખુલ્લો પત્ર

દેશના 49 પૂર્વ અમલદારોએ મોદીને જવાબદાર ગણાવ્યા:કાર્યવાહી કરવાને બદલે મોદીના મૌન અંગે પણ કટાક્ષ કર્યા

નવી દિલ્હી :કથુઆ અને ઉન્નાની ઘટનામાં સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે આ સંદર્ભે, દેશના ભૂતપૂર્વ અમલદારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. તેમણે કહ્યું હતું કે સ્વતંત્રતા બાદ આ  દેશના સૌથી કાળા તબક્કા છે. આ ભયંકર ઘટના માટે  તેમણે વડાપ્રધાન મોદીને જવાબદાર ગણાવ્યા હતા. આ પત્ર 49 પૂર્વ અમલદારોના સમૂહ દ્વારા લખવામાં આવ્યો હતો. તેમણે લખ્યું હતું કે જવાબદારી લઈને કાર્યવાહી કરવાને બદલે વડા પ્રધાન ચૂપ રહેવાનું પસંદ કરે છે. તેમણે પોતાનું મૌન ત્યારે તોડ્યું જયારે દેશ અને વિદેશમાં લોકોનો ગુસ્સો હદથી વધી ગયો અને તેને નજર અંદાજ નહિ કરી શકાય તેમ હતું

     સ્વતંત્રતા પછી આ ભારતનો સૌથી કાળો તબક્કો છે આઠ વર્ષની એક છોકરીની સાથે બળાત્કાર અને ક્રૂર હત્યાથી લાગે છે કે આપણા રાજકીય પક્ષો, સરકાર અને નેતાઓ કેટલા નબળા છે.
  આ પત્રમાં એમ પણ જણાવાયું છે કે બન્ને ઘટના સામાન્ય ગુના નથી. આપણે  ટૂંક સમયમાં આપણા સમાજના રાજકીય અને નૈતિક ફેબ્રિક સુધારવા પડશે. આ સમય આપણા અસ્તિત્વના  કટોકટીનો સમય છે. આ પત્રમાં વડાપ્રધાનને કહેવાયું છે કે કઠુઆ અને ઉન્નાવમાં પીડિત પરિવારોની માફી માંગે અને મામલાને ફાસ્ટ ટ્રેક તપાસ કરાવે

 અરૂણા રોય સહિત 49 અધિકારીઓએ લખેલ પત્રમાં  પુણેના ભૂતપૂર્વ પોલીસ કમિશનર મીરાન બોરવાકર ,પ્રસાર ભારતીના  ભૂતપૂર્વ સીઇઓ જવાહર સરકાર  મુંબઇ પોલીસ, ભૂતપૂર્વ કમિશનર જુલીઓ રિબેરો ,આરટીઆઈ કાર્યકર્તા અરુણા રોય અને  ભૂતપૂર્વ માહિતી કમિશનર વજાહત હબીબુલ્લાહ અને અન્યનો સમાવેશ થાય છે 

(12:33 am IST)
  • અમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST

  • જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST

  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST