News of Monday, 16th April 2018

હવે તમે કઇ ચેનલ કેટલી વાર સુધી જોઇ તેની માહીતી પણ સરકાર રાખશેઃ ટીવી સેટ ટોપ બોક્ષમાં ચીપ લગાવવા સરકારમાં સુચના અને પ્રસારણ મંત્રાલયનો પ્રસ્‍તાવ

નવી દિલ્હી: સરકાર હવે આવનારા સમયમાં તમે ટીવી ઉપર કઇ ચેનલ કેટલી વાર જોઇ તેની માહીતી પણ પોતાની પાસે રાખશે અને આ માટે એક ખાસ પ્રકારની ચીપ બનાવવામાં આવી છે. જેના આધારે આ માહીતી ઉપલબ્‍ધ થશે.

સૂચના અને પ્રસારણ મંત્રાલયે નવા ટેલીવિઝન સેટ ટોપ બોક્સમાં એક ચિપ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ચિપ જણાવશે કે કઇ ચેનલ જોવામાં આવી અને કેટલીવાર સુધી જોવામાં આવી. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પગલાંનો ઉદેશ્ય દરેક ચેનલના દર્શકોને 'વધુ વિશ્વનિય' આંકડા (વ્યૂઅરશિપ ડેટા) એકત્ર કરવાનો છે. અધિકારીએ જણાવ્યું કે 'આના દ્વારા જાહેરાતકર્તાઓ અને ડીએવીપી પોતાની જાહેરાતો પર સમજી વિચારીને ખર્ચ કરી શકશે. ફક્ત તે ચેનલોને પ્રચાર મળશે જેમને વ્યાપક રીતે જોવામાં આવે છે.'' જાહેરાત અને વિઝ્યુઅલ પ્રચાર નિયામકની કચેરી (ડીએવીપી) વિભિન્ન મંત્રાલયો અને તેના સંગઠનોની જાહેરાતો માટે સરકારની નોડલ એજન્સી છે.

નવા પ્રસ્તાવમાં મંત્રાલયે ટ્રાઇને કહ્યું છે, ''પ્રસ્તાવ છે કે ડીટીએચ ઓપરેટરોને નવા સેટ ટોપ બોક્સમાં ચિપ લગાવવા માટે કહેવામાં આવશે, ચિપ જોવામાં આવતી ચેનલો અને તે કેટલીવાર સુધી જોવામાં આવી તેનો આંકડો આપશે.'' પ્રસ્તાવ ડાયરેક્ટ ટૂ હોમ લાઇસન્સ સંબંધિત ઘણા મુદાઓ પર ટ્રાઇ દ્વારા આપવામાં ભલામણો પર મંત્રાલયની પ્રતિક્રિયાનો ભાગ હતો.

અધિકારીએ જણાવ્યું કે મંત્રાલયને લાગે છે કે દૂરદર્શનની વ્યૂઅરશિપને ઓછી કરીને બતાવવામાં આવે છે અને ચિપ લગાવ્યા પછી ચેનલના અસલી વ્યૂઅરશિપના આંકડાઓની જાણકારી મળશે. પગલાંનો ઉદ્દેશ્ય દેશમાં બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉંસિલ ઇન્ડીયા (બાર્ક)ના એકાધિકારને ખતમ કરવાનો છે. અધિકારીએ કહ્યું કે બાર્કનો પ્રકારનો કોઇ વિકલ્પ નથી. તે નથી જણાવતા કે વ્યૂઅરશિપના આંકડા તેણે કેવી રીતે એકઠા કર્યા. તેની પ્રક્રિયા શું છે અને સર્વેનો વિસ્તાર કયો છે.

(7:08 pm IST)
  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST

  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST