News of Monday, 16th April 2018

ભાજપના ઉપવાસ મામલે કૉન્ગ્રેસના ધારાસભ્યનું વિવાદી નિવેદન :ભાજપ વાળા પહેલા પ,,,બોલતા હતા હવે પ,,,તેના પિતા બની ગયા

ભાજપના ઉપવાસ અંગે કોંગ્રેસના ધારાસભ્યે વિવાદી નિવેદન કરતા કહ્યું હતું કે પહેલા કોંગ્રેસે ઉપવાસ કર્યા તો ભાજપે મજાક ઉડાવી હતી પરંતુ પછી ભાજપે પણ ઉપવાસ કર્યા છે મધ્યપ્રદેશના નાગૌદના કોંગી ધારાસભ્ય યાદવેન્દ્રસિંહે કહ્યું કે ભાજપ પહેલા ,,બોલતું હતું હવે ,, તેના પિતા બની ગયા છે
   તેઓએ એમ પણ કહ્યું કે ભોપાલમાં આંદોલન કરતા અતિથિ શિક્ષકો,આંગણવાડી કાર્યકર્તાને તેના નેતા શાભુચરણ સહીત સમજૂતી કરવા સીએમ હાઉસ બોલાવાયા હતા અહીં શાભુચરણના એન્કાઉન્ટરની તૈયારી હતી સીએમ હાઉસમાં ઉપસ્થિત આંદોલનકારી તેના સાક્ષી હોવાનું પણ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું

(12:00 am IST)
  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST