News of Monday, 16th April 2018

નીતુ મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા :પ્રેમીને મળવા ગયેલી નીતુએ કહ્યું ''પહેલા મારુ ગળું બ્લેડથી કાપી નાખ પછી તું આત્મહત્યા કરી લેજે '

પ્રેમી અનિલે નીતુના કહેવા પર બ્લેડથી તેનું ગળું કાપી નાખ્યું. પરંતુ પોતે આત્મહત્યાની હિંમત ના કરી શક્યો. ગભરાઈને ભાગી ગયો.

નીતુ મર્ડર કેસમાં પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે ગત 11-12 એપ્રિલની રાત્રે સંગ્રામપૂર વિસ્તારના ક્ષેત્રમાં નેનહા વાર્તાલી ગામમાં નૌટંકી જોઈને ઘરે પાછી આવી રહેલી નીતુની હત્યા થઇ હતી.

  જિલ્લા એસપી કુંતલ કુમારે જણાવ્યું કે કેસ માટે પોલીસની ઘણી ટીમ લગાવવામાં આવી હતી. પોલીસે જયારે મૃતક યુવતીની ફોન ડીટેલ મંગાવી ત્યારે આખો મામલો સામે બહાર આવ્યો હતો મામલો નેનહા વાર્તાલી ગામનો છે.ગામમાં રહેતા સફાઈકર્મી સીતારામ સરોજની દીકરી નીતુનું પ્રતાપગઢમાં રહેતા અનિલ સરોજ સાથે અફેર હતું. બંને પરિવાર વચ્ચે લગ્ન માટે વાત પણ ચાલી. પરંતુ નીતુ ના પિતાનું કહેવું હતું કે છોકરો કઈ જ કરતો નથી એટલા માટે નીતુ ના લગ્ન કોઈ કમાણી કરતા છોકરા સાથે કરવામાં આવશે. લગ્ન તૂટી જવાથી બંને પરિવાર વચ્ચે સંબંધ બગડી ગયા હતા. પરંતુ નીતુ અને અનિલ વચ્ચે મુલાકાત ચાલતી રહી.

   પ્રેમી અનિલે પોલીસને જણાવ્યું કે બંને એ આત્મહત્યા કરવાનો પ્લાન બનાવ્યો. રાત્રે નીતુ ગામમાં આયોજિત નાટક જોવા ગયી હતી. નાટક પત્યા પછી બંનેએ મળવાનો પ્લાન બનાવ્યો. નાટક જોઈને નીતુ ઘરે આવી ત્યારપછી ઘરમાં બધાને સુતા જોઈને તે પ્રેમીને મળવા માટે ઘરની પાછળ કુવા પાસે ગયી. બંને પ્રેમી આત્મહત્યા કરવા માટે ઘરની પાછળ આવેલા ખેતરમાં ગયા. નીતુએ પ્રેમીને જણાવ્યું કે પહેલા મારુ બ્લેડથી ગળું કાપી નાખ પછી તું આત્મહત્યા કરી લેજે.

   અનિલે જણાવ્યું કે નીતુના કહેવા પર તેને બ્લેડથી તેનું ગળું કાપી નાખ્યું. પરંતુ પોતે આત્મહત્યાની હિંમત ના કરી શક્યો. ગભરાઈને તે ત્યાંથી ભાગી ગયો. બીજા દિવસે નીતુની લાશ મળતા હડકંપ ફેલાઈ ગયો. લાશને કબ્જામાં લેવા માટે ઘણી ઝડપ થયી. મામલો ગંભીર બનતા એસપી અને એએસપી જાતે ઘટનાસ્થળે પહોંચ્યા. તેમને ગ્રામીણોને સમજાવીને લાશ પોતાના કબ્જામાં લીધી.

(7:12 pm IST)
  • અફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST

  • જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST