Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

હવે સુરતમાં કાલથી BRTS- સીટી બસ અને જિમ, સ્પોર્ટ્સ ક્લબ બંધ કરવા નિર્ણય

બીઆરટીએસ અને સીટી બસના તમામ રુટો બંધ કરાયા: થિયેટર/ સીનેમાગૃહ પણ બંધ રાખવાનો આદેશ

સુરત :રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો રાફડો ફાટતા સૌથી વધુ કોરોના કેસ સુરતમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 315 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ જોતો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ અને સીટી બસના તમામ રુટો બંધ કરાયા છે. આ ઉપરાંત શહેરના તમામ ગેમ ઝોન, જીમ, બંધ રાખવાનો આદેશ કર્યો છે.

સુરતમાં વધતા કોરોના કેસને લઇને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 માર્ચ 2021 ના ગુરૂવારની સવારથી તમામ BRTS અને સીટી બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એકપણ રૂટ પર BRTS અને સીટી બસ દોડાવામાં આવશે નહીં જ્યાં સુધી અન્ય આદેશ આપવામાં આવે નહીં. આ ઉપરાંત ગુરૂવારથી શહેરમાં તમામ ગેમ ઝોન, જિમ, સ્પોર્ટ્સ એક્ટીવીટી, ક્લબ તેમજ હોટલના બેન્ક્વેટ હોલ બંધ રહેશે. તો બીજી તરફ થિયેટર/ સીનેમાગૃહ પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

(11:56 pm IST)