Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

તામિલનાડુ ધારાસભા ચૂંટણી : અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર હરિ નાદર પાસે 11000 ગ્રામ સોનુ : પોતાને બિઝનેસમેન તથા સામાજિક કાર્ય્રક્રર તરીકે ઓળખાવનાર નાદર કાયમ સોનાના ઘરેણાંઓથી લદાયેલા રહે છે : ફોર્ચ્યુન ,ઇનોવા ,સહીત મોંઘી કિંમતની પાંચ મોટરો : 12 કરોડ 73 લાખ રૂપિયા જેટલી સંપત્તિ ધરાવતા આ ઉમેદવાર ઉપર 15 ક્રિમિનલ કેસ : ઉમેદવારી પત્રમાં એફિડેવિટ કરીને દર્શાવેલી વિગત

તામિલનાડુ : તામિલનાડુમાં યોજાનારી ધારાસભાની ચૂંટણીમાં ભરાયેલા ઉમેદવારી પત્રોમાં  અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર હરિ નાદરએ કરેલી એફિડેવિટ એ સહુનું ધ્યાન ખેંચ્યું છે.

જે મુજબ તેની પાસે 11200 ગ્રામ સોનુ છે.જેની કિંમત 4 કરોડ 73 લાખ રૂપિયા થવા જાય છે.એફિડેવિટમાં જણાવ્યા મુજબ તેની પાસે ફોર્ચ્યુનર અને ઇનોવા ક્રિસ્ટા, એક ટેમ્પ ટ્રાવેલ, એક મહિન્દ્રા એક્સયુવી, એક ટાટા સફારી અને બોલેરો સહીત 5 વાહનો છે.અસ્થાયી સંપત્તિની કિંમત 12,61,19,403 રૂપિયા થવા જાય છે તથા સ્થાયી સંપત્તિ 11,50,000 રૂપિયાની છે. પોતાને બિઝનેસમેન તથા સામાજિક કાર્ય્રક્રર તરીકે ઓળખાવનાર નાદર કાયમ સોનાના ઘરેણાંઓથી લદાયેલા રહે છે .

2019 ની લોકસભાની ચૂંટણીમાં,તેઓ નાંગુનેરી પેટા-ચૂંટણી  લડ્યા હતા અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. સ્થાનિક યુટ્યુબ ચેનલ સાથેની મુલાકાતમાં નાદરે કહ્યું હતું કે તેને નાનપણથી જ સોનામાં ‘રસ’ હતો. તેણે જણાવ્યું હતું કે તેની પાસેના તમામ ઘરેણાં તેની પોતાની આવકથી ખરીદવામાં આવ્યા છે, ટ્રાવેલ બિઝનેસ ચલાવવાથી, સ્થાવર મિલકતનો ધંધો કરીને, ફાઇનાન્સિંગ ,મૂવીઝ ,વગેરે આવકમાંથી ખરીદેલા છે. તેણે ઉમેર્યું હતું કે જ્યારે પણ  બજારમાં સોનાના ઘરેણાનું  નવું મોડેલ આવે છે ત્યારે તે બંગડી, વીંટી અથવા સાંકળ જે હોય તે તરત જ ખરીદી લ્યે છે.તેવું આઈ.ઈ.દ્વારા જાણવા મળે છે.

(7:24 pm IST)