Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

પર્યાવરણ પ્રેમી : લગ્ન નિમંત્રણ માટે કંકોત્રી ન છપાવી : ફુલ છોડ સાથેના કુંડા આપ્યા

દિલ્હી : ભોપાલના એક પરિવારે લગ્ન અવસરે કંકોત્રી છપાવવાનું માંડી વાળ્યુ હતુ. તેના બદલે ફુલ છોડના ૪૦૦ કુંડા પર લગ્ન નિમંત્રણ અંકિત કર્યુ અને લોકોને હોંશે હોંશે આમંત્રણ આપ્યુ. પર્યાવરણનો સંદેશો આ રીતે પ્રસરાવવા તેઓએ છેલ્લા ૮ મહીનાથી તૈયારીઓ શરૂ કરી હતી.

(3:22 pm IST)