Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

તેલંગાણાના માત્ર 7 વર્ષના ટેણીયા પર્વતારોહકે આફ્રિકાના સૌછી ઉંચા શિખરે લહેરાવ્યો તિરંગો

વિરાટ ચંદ્રાએ તાંઝાનિયાની 5,895 મીટર ઉંચી કિલિમાંજરો ચોટી પર આ સિદ્ધિ મેળવી: . 75 દિવસના આકરા પ્રશિક્ષણ અને 5 માર્ચના રોજ ચઢાઈ શરૂ કરીને વિરાટે તિરંગો લહેરાવ્યો

તેલંગાણાના માત્ર 7 વર્ષની ઉંમર ધરાવતા પર્વતારોહક વિરાટ ચંદ્રાએ આફ્રિકાના સૌથી ઉંચા પર્વત કિલિમાંજરો પર પહોંચીને તિરંગો લહેરાવ્યો છે. વિરાટે ગત 6 માર્ચના રોજ તાંઝાનિયાની 5,895 મીટર ઉંચી કિલિમાંજરો ચોટી પર આ સિદ્ધિ મેળવી હતી. તે સમયે વિરાટની સાથે તેના કોચ ભરત પણ હતા. 75 દિવસના આકરા પ્રશિક્ષણ અને 5 માર્ચના રોજ ચઢાઈ શરૂ કરીને વિરાટે આ કારનામુ કર્યું હતું. વિરાટે જણાવ્યું કે, 'હું થોડો ડરેલો હતો, પરંતુ મારા લક્ષ્‍ય સુધી પણ પહોંચવા માંગતો હતો એટલે જ મેં હાર નહોતી માની.' આ ચોટી બરફના તોફાનો અને ભયંકર ઠંડી માટે પ્રખ્યાત છે. વિરાટના આ અભિયાનનું નેતૃત્વ કરનારા કોચ ભરતે તેમણે અભિયાન માટે તમામ પ્રકારની સાવધાનીઓ વરતી હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે જો વિરાટ અસહજતા અનુભવેત તો તેઓ પાછા વળી જવાના હતા, પરંતુ વિરાટે તો ગર્વ અપાવ્યો.

(11:07 am IST)