Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

મહિલાઓની તુલનામાં પુરૂષમાં વહેલા મૃત્યુનું પ્રમાણ ૬૦ ટકા વધારે છે

જુદા જુદા દેશો, વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને આર્થિક -સામાજિક અસર પુરૂષો અને સ્ત્રીઓના મૃત્યુદર પર અસર કરે છે

નવી દિલ્હી,તા. ૧૭: પચાસ વર્ષ કે તેથી વધુ વયના વિશ્વવ્યાપી પુરુષોમાં સમાન વયની સ્ત્રીઓ કરતા મૃત્યુનું જોખમ વધારે છે. ૨૮ દેશોના લોકો પર કરવામાં આવેલા અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે પુરુષોમાં ધૂમ્રપાનની ટેવ અને રકતવાહિનીના રોગો અંશત જવાબદાર છે.

કિંગ્સ કોલેજ લંડન અને યુકેની ન્યુ કેસલ યુનિવર્સિટીના નિષ્ણાંતો યુ-જૂ વુએ જણાવ્યું હતું કે, સામાજિક, વ્યવહારિક અને શારીરિક સ્થિતિના જાતિના આધારે મૃત્યુદરમાં થયેલા તફાવત પર દ્યણા અભ્યાસ કરવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી ફકત થોડા જ મૃત્યુદરમાં તફાવત પર યોગ્ય કારણો શોધવામાં સક્ષમ છે. જુદા જુદા દેશો, વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને આર્થિક-સામાજિક અસર પુરુષો અને સ્ત્રીઓના મૃત્યુદર પર અસર કરે છે. આ અધ્યયનમાં, આરોગ્ય નીતિઓ પણ લિંગ અને સામાજિક સ્થિતિના આધારે તફાવતો માટે જવાબદાર છે.

૨૮ દેશોના ૧,૭૯,૦૦૦ લોકો પર હાથ ધરવામાં આવેલા અધ્યયનમાં ૫૫ ટકા મહિલાઓ તેમાં સામેલ હતી. અધ્યયનમાં સમાવિષ્ટ પુરૂષો અને સ્ત્રીઓની ઉંમર ૫૦ અને તેથી વધુ હતી. આ અભ્યાસ વિવિધ પૃષ્ઠભૂમિના લોકો પર કરવામાં આવ્યો હતો. તે મળ્યું છે કે ૫૦ કે તેથી વધુ વયના પુરુષોમાં વહેલી મૃત્યુનું જોખમ સ્ત્રીઓ કરતા લગભગ ૬૦ ટકા વધારે છે. આ અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું છે કે દેશ અને સામાજિક પરિસ્થિતિઓમાં મૃત્યુદર પર મોટો પ્રભાવ પડે છે.

અધ્યયનમાં જણાવાયું છે કે વિવિધ દેશોમાં સ્ત્રી અને પુરુષ મૃત્યુદરના તફાવતનું કારણ તેમની આરોગ્ય જાગૃતિ, તેમની જીવનશૈલી અને આસપાસના છે. તેમાં વિવિધ દેશોમાં આયુષ્યના તફાવતોનો પણ અભ્યાસ કર્યો છે.

(10:25 am IST)