Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

લો કરલો બાત... હવે ટાયરના ભાવ વધશે

કાચા માલના ભાવમાં વધારો થતાં ટાયર ૫ ટકા જેટલા મોંઘા થશે

નવી દિલ્હી તા. ૧૭ : હાલના સમયમાં નેચરલ રબરના ભાવોમાં વૃદ્ઘિના કારણે ટાયર કંપનીઓ આગામી મહિને ફરીથી કીંમતોમાં વધારો કરી શકે છે. ઉદ્યોગના સૂત્રો મુજબ લગભગ ૫ ટકાનો વધારો થઈ શકે છે. લોકડાઉન બાદ કંપનીઓ દ્વારા આ ત્રીજીવખત કીંમતમાં વધારો થશે. કંપનીઓએ પહેલાથી જ કીંમતોમાં ૨-૪ ટકાનો વધારો કર્યો છે. અને ક્રૂડ ડિરેવેટિવ્સની કીંમતોમાં વધારાના કારણે આ નિર્ણય લેવાયો છે. અને તેનાથી જોડાયેલા ડેરિવેટિવ્સ એવા કાર્બન બ્લેક એક ટાયર કંપનીના કાચા માલની ટોકરીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

નેચરલ રબરની કીંમત ૧૦૦ પ્રતિ કિલોગ્રામથી વધીને ૧૮૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે. કીંમતોમાં આ ઉછાળો વાહનોની કીંમતને પ્રભાવિત કરશે કારણ કે તે પહેલાની તૂલનામાં મોંધુ થવા જઈ રહ્યુ છે.

ભારતમાં બનેલા ટાયરમાં ૪૦ ટકા નેચરલ રબર અને ૫૦ ટકા સિંથેટિકસનો ઉપયોગ થાય છે. શેષ ૧૦ ટકામાં સ્ટીલ જેવા વિવિધ ઈનપુટ હોય છે. જણાવી દઈએ કે, જૂન ૨૦૨૦માં સરકારે ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ચીનમાંથી ટાયરના આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો.

દૂનિયામાં ક્રૂડ ઓઈલની વધતી કીંમતોના કારણે રબરના ભાવમાં પણ ૨-૩ મહિનામાં ઉછાળો આવ્યો છે. જો કાચા માલની કીંમતોમાં આવી જ રીતે ઉછાળો આવતો રહ્યો તો એપ્રિલથી તૈયાર ઉત્પાદનોની કીંમતોમાં વધારો કરવો મજબૂરી બની જશે. નેચરલ રબરનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવે છે. જયારે સિંથેટિક રબર સહિત અન્ય પ્રકારની રબર કાર્બન બ્લેકનું આયાત વિદેશમાંથી કરવામાં આવે છે. નેચરલ રબરને છોડીને અન્ય ઉત્પાદ પેટ્રોલિયમ ઉત્પાદ છે.

કાર્બન બ્લેકની આયાત ચીનથી, સિંથેટીક તેમજ EVDAM રબરની આયાત જાપાન, જર્મની, કોરિયાથી કરવામાં આવે છે. તે પહેલા વધતા ભાવોને લઈને ઓલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મોહિન્દ્રા ગૂપ્તાએ કહ્યુ કે, કાચા માલની કીંમતમાં ઉછાળાથી ઉત્પાદનની કીંમત લગભગ ૨૫થી ૩૦ ટકા સુધી વધી ગઈ છે.

(10:24 am IST)