Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

બનારસ હિન્દૂ યુનિવર્સીટીમાં નીતા અંબાણીનો વિરોધ : વિઝિટિંગ પ્રોફેસર બનાવાતા છાત્રોમાં ભારે નારાજગી

નીતા અંબાણી સહીત મૂડીવાદીઓને વિઝિટિંગ પ્રોફેસરના બનાવવા વિરુદ્ધ વિદ્યાર્થીઓએ મોરચો માંડ્યો : વીસી આવાસ સામે છાત્રો ધરણા પર બેઠા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીતા અંબાણી સામે બીએચયુમાં વિરોધ શરૂ થઈ ગયો છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે નીતા અંબાણીની નિમણૂક સામે વીસી નિવાસસ્થાનની બહાર ધરણા પર બેઠા હતા. વીસી નિવાસ સ્થાને વિદ્યાર્થીઓના ધરણા સાથે જ યુનિવર્સિટીઓના ઉચ્ચ અધિકારીઓ વિદ્યાર્થીઓને સમજાવવા સ્થળ પર પહોંચ્યા હતા

   બીએચયુના વિદ્યાર્થી અભિષેકે કહ્યું કે મેરીટ નહીં પરંતુ મૂડીવાદીઓ યુનિવર્સિટીમાં જોડાઈ રહ્યા છે. આ માટે મૂડીવાદીઓના ઘરની મહિલાઓને યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર બનાવવાની દરખાસ્ત મોકલવામાં આવી રહી છે. જેનો અમે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.

  વિઝાટિંગ પ્રોફેસર તરીકે નીતા અંબાણીની નિમણૂક સામે વિદ્યાર્થીઓના આંદોલનને ધ્યાનમાં રાખીને વીસીએ તાત્કાલિક આ મામલાની નોંધ લીધી હતી. યુનિવર્સિટીના અન્ય અધિકારીઓ, સોશ્યલ સાયન્સ ફેકલ્ટીના વડા સહિત, વીસી આવાસ પર પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓને મળ્યા બાદ વીસી ધરણા પર બેઠેલા પાંચ વિદ્યાર્થીઓને મળ્યા હતા.    વિદ્યાર્થીઓના મતે વીસી રાકેશ ભટનાગરે તેમને ખાતરી આપી છે કે આવા કોઈ પણ વ્યક્તિને યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં નહીં આવે

  અત્રે ઉલ્લેખનીય છે કે ગત 12 માર્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીતા અંબાણીને યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર બનવાની દરખાસ્ત સેન્ટર ફોર વુમન સ્ટડીઝ એન્ડ સોશિયલ સાયન્સ ફેકલ્ટીના ડેવલપમેન્ટ સેન્ટર વતી રજૂ કરવામાં આવી હતી. ફેકલ્ટીના ડીન કૌશલ કિશોર મિશ્રાએ જણાવ્યું હતું કે નીતા અંબાણી સિવાય પ્રીતિ અદાણી અને ઉષા મિત્તલ જેવી મહિલાઓને પણ વિઝિટિંગ પ્રોફેસર બનવાનો પ્રસ્તાવ મોકલવામાં આવશે. પરંતુ તે પહેલાં, યુનિવર્સિટીમાં વિરોધ શરૂ થયો.છે 

(12:00 am IST)