Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

અચાનક કોંગ્રેસના દિગ્ગજ નેતા પી સી ચાકો શરદ પવારના એનસીપી પક્ષમાં જોડાઈ જતા રાજકીય ભૂકંપ

મુંબઇ: હાલમાં  જ  પક્ષ  છોડનાર  કોંગ્રેસના  મહામંત્રી મહામંત્રી અને વરિષ્ઠ નેતા, દિલ્હી કોંગ્રેસના પ્રભારી અને કેરળ કોંગ્રેસના દિગ્ગજ એવા પી સી ચાકો આશ્ચર્યજનક રીતે શરદ પવારના એન.સી.પી. પક્ષમાં જોડાઈ ગયા છે. ગુજરાતમાં જે રીતે કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓને સામેલ કરી કોંગ્રેસના ભુક્કા બોલાવી દેવાયા તેજ સ્ટાઇલથી હવે કોંગ્રેસના હાલમાં જેએ નારાજ વરિષ્ઠ નેતાઓની બેઠક મળેલ તેમાંથી સંખ્યાબંધ નેતાઓ એનસીપીમાં જોડાઈ હવે શરદ પવારની પાર્ટીને પણ ખોખલી કરી નાખે તો નવાઇ નહીં તેવા રાજકીય સમીકરણો રાજકારણના ખેલાડીઓ માંડી રહ્યા છે. પી સી ચાકો અચાનક એનસીપીમાં જોડાતા અનેક લોકો આશ્ચર્યથી આ બનાવને નિહાળી રહ્યા છે. ટૂંક સમયમાં વધુ નવા વિસ્ફોટો થાય તેવી પૂરી સંભાવના જોવાઇ રહી છે.

(12:00 am IST)