Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

કોવિદ -19 રોગચાળાને કારણે ' વંદે ભારત ' મિશન હેઠળ 45.82 લાખ ભારતીયોને વતનમાં પરત લવાયા : લોકસભામાં માહિતી આપતા વિદેશ મંત્રી એસ.જયશંકર

ન્યુદિલ્હી : આજરોજ લોકસભામાં માહિતી આપતા વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે કોવિદ -19 રોગચાળાને કારણે ' વંદે ભારત ' મિશન હેઠળ જુદા જુદા 98 દેશોમાં વસતા 45.82 લાખ ભારતીય વ્યાવસાયિકો ,નોકરિયાતો ,તેમજ સ્ટુડન્ટ્સને વતનમાં પરત લઇ અવાયા છે.

આ ભારતીયોને ફરીથી પોતાની પસંદગીના દેશમાં યથાવત નોકરી મળે તે માટે કેન્દ્ર સરકારના પ્રયત્નો ચાલુ છે. જે પૈકી ખાસ કરીને ગલ્ફ દેશોમાં વસતા ભારતીયોની સંખ્યા મોટી છે.જેમના માટે ગલ્ફ દેશો સાથે વાટાઘાટો ચાલુ છે.અને તે બાબતને કેન્દ્ર સરકાર દ્વારા અગ્રતા આપવામાં આવી છે તેવું તેમણે લોકસભામાં જણાવ્યું હોવાનું ઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:36 pm IST)