Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

આજે વહેલી સવારે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયાઃ લોકો ભયમાં: ભૂકંપની તીવ્રતા પ રિક્ટર સ્કેલનીઃ ભૂકંપનું કેન્‍દ્ર બિન્દુ પાકિસ્‍તાનના સીબીથી ૪૬ કિલોમીટર દૂરઃ ભૂકંપની અસર પાકિસ્‍તાન, ઇરાન અને અફઘાનિસ્‍તાનમાં પણ અનુભવાઇ

જયપુર: આજે સવારે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા. દરમિયાન લોકોમાં ખુબ દહેશતનો માહોલ જોવા મળ્યો. સૂત્રોના જણાવ્યાં મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5ની માંપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પાકિસ્તાનના સીબીથી 46 કિલોમીટર દૂર કહેવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં ભૂકંપથી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. પરંતુ અનેક ઘરોમાં તીરાડો પડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારે 5.30 કલાકે 7 સેકન્ડ સુધી સતત ભૂકંપના આંચકા મહેસૂસ થયા. આજે સવારે આવેલા ભૂકંપની અસર દેશ ઉપરાંત પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનમાં પણ અનુભવાયા છે.

(11:40 am IST)