Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

''કોહન સ્કોલર્સ'': યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિઆએ ૨૦૧૯ની સાલ માટે જાહેર કરેલી સ્કોલર્સની યાદીમાં સ્થાન મેળવતા સુશ્રી સોના ડઢાણીયા, તથા શ્રી ક્રિશ્ના પટેલ

ન્યુજર્સીઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિઆએ ૨૨ ફેબ્રુ.ના રોજ ૨૦૧૯ની સાલના ૭ કોહન સ્કોલર્સના નામોની જાહેર કરેલી યાદીમાં ૨ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યું છે.

આ ર ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસમાં ન્યુજર્સી સ્થિત અન્ડર ગ્રેજ્યુએટ સુશ્રી સોના ડઢાણીયા તથા મુરીસવિલે પેન્સિલવેનિઆ સ્થિત શ્રી ક્રિશ્ના પટેલનો સમાવેશ થાય છે. જે પૈકી ડઢાણીયા એડવાન્સ્ડ મટીરીઅલ સાયન્સ એન્ડ એન્જીનીઅરીંગમાં માસ્ટર ડીગ્રી મેળવવા માંગે છે. તથા શ્રી ક્રિશ્ના પટેલ સોશીઅલ પોલીસી એન્ડ ઇન્ટરવેન્શન ક્ષેત્રે માસ્ટર ડીગ્રી મેળવવા માંગે છે.

(8:49 pm IST)