Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પના વર્ષ 2016ના ચૂંટણી ઝુંબેશ સંબંધી કામ કરનાર

કેમ્બ્રિજ એનાલિટીકા કંપનીને ગોપનીયતા પોલિસીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફેસ્બુકે પોતાના પ્લેટફોર્મ પર સસ્પેન્ડ કરી

ન્યુયોર્ક : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પના વર્ષ 2016ના ચૂંટણી ઝુંબેશ સંબંધી કામ કરનાર કેમ્બ્રિજ એનાલિટીકા કંપનીને ગોપનીયતા પોલિસીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફેસ્બુકે પોતાના પ્લેટફોર્મ પર સસ્પેન્ડ કરી છે. 

સૂત્રો મુજબ, કંપનીએ ડેટા પ્રાઇવસી પોલિસીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જેના કારણે કાર્યવાહી હેઠળ ફેસબુક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે ફેસબુક કંપનીએ માહિતી આપી હતી કે, કેમ્બ્રિજ એનાલિટીકા ડોનાલ્ટ ટ્રમ્પના વર્ષ 2016ના ચૂંટણી ઝુંબેશ સંબંધી કામ કર્યું છે. પરંતુ ડેટાની ગોપનીયતાના નિયમો અને નીતિઓનું ઉલ્લંઘન કરતા તેને સેવાથી મોકૂફ રાખવામાં આવી છે.

આ સાથે ફેસબુક કંપનીએ કહ્યું કે,‘કેન્બ્રિજ એનાલિટીકા સાથે તેની પેરેન્ટ ગ્રુપ સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન લેબોરેટરીઝ (SCL)ને પણ સસ્પેન્ડ કરી છે.અયોગ્ય રીતે શેર કરેલા ફેસબુક યૂઝર્સના ડેટાને ડિલીટ ન કરતા કંપની દ્વારા આ પગલુ ભરવામાં આવ્યું છે.’

કંપનીએ વધુ ઉમેરતા કહ્યું કે,‘હાલ આ વિશે તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.’ નોંધનીય છે કે,‘કેમ્બ્રિજ એનાલિટીકાએ યુ.એસ. સેનેટર ટેડ ક્રૂઝના નિષ્ફળ રાષ્ટ્રપ્રમુખની ઝુંબેશ માટે અને પછી ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદની ઝુંબેશ માટે કામ કર્યું હતું.’

જોકે અમેરિકાની કંપની કેમ્બ્રિજ એનાલિટીકાએ આ વિશે હજી સુધી કોઇ ટિપ્પણી કરી નથી અને ફેસબુકે પણ તેના નિવદેનમાં ટ્રમ્પ કેમ્પેઇન અથવા તો કોઈ પણ પોલિટિકલ કેમ્પેઇન વિશે વાત કરી નથી.

બીજી તરફ 2016માં ટ્રમ્પના ડિજિટલ એડ ઓપરેશનને ચલાવનાર અને તેમના 2020ના કેમ્પેઇન મેનેજર બ્રેડ પર્સ્કેલે પણ શુક્રવારે આ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.જોકે આ પહેલા એક ખાનગી મીડિયાને આપેલ ઇન્ટરવ્યૂમાં પર્સ્કેલે કહ્યું હતું કે, વર્ષ 2016માં ડોનાલ્ડ ટ્ર્મ્પના ચૂટણી કેમ્પઇનમાં કેમ્બ્રિજ એનાલિટિકાએ કોન્ટ્રેકટર તરીકે નાની ભૂમિકા ભજવી હતી અને આ કેમ્પેઇનમાં કેમ્બ્રિજ એનાલિટિકાના બદલે રિપબ્લિક એફિલિયેટ ઓર્ગેનાઇઝેશન પાસેથી વોટર ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મોકૂફનો અર્થ સમઝાવતા ફેસબુકના વાઇસ પ્રેસિડેંટ એન્ડ્રુ બોસવર્થે કહ્યું કે,સસ્પેન્ડ મતલબ કેમ્બ્રિજ એનાલિટીકા અને SCL વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા નેટવર્ક પર જાહેરાતો ખરીદી શકતા નથી.ફેડરલ ઈલેક્શન કમિશનના રિકોર્ડ મુજબ,ડોનાલ્ડ ટ્ર્મ્પે જૂન 2016માં કેમ્બ્રિજ એનાલિટીકાને કેમ્પેઇન માટે નિમણૂક કરી હતી અને તે માટે $62 લાખથી વધારે ચૂકવણી કરવામાં આવી હતી.

(8:26 pm IST)