Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

દેહદાન ઇસ્લામમાં અયોગ્યઃ અલ્લાહની મરજી વિરૂધ્ધ નિયમોનો પાલન ન કરનાર વ્યકિત મુસ્લિમ કેમ કહેવાય?: મૌલાના હનીફ બકરાતી

કાનપુર : ઉત્ત્।રપ્રદેશનાં કાનપુરમાં મૌલાના હનીફ બકરાતીએ ફતવો બહાર પાડતા કહ્યું કે, મર્યા બાદ શરીરનું દાન કરવું ઇસ્લામમાં અયોગ્ય અને અલ્લાહની મર્જીની વિરુદ્ઘ છે. એવું કરવું ઇસ્લામમાં કોઇ ગુનાથી ઓછું નથી.  જે વ્યકિત અલ્લાહ દ્વારા બનાવાયાલે નિયમોનું પાલન નથી કરતો તેનાં મુસ્લિમ હોવા અંગે શંકા છે

વધુમાં મૌલાના હનીફ બકરાતીએ જણાવ્યું હતુ કે, અલ્લાહની મર્જીની વિરુદ્ઘ જનારા લોકો મુસ્લિમોને બદનામ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાનપુર ખાતે રામા ડેન્ટલ કોલેજનાં મહાપ્રબંધક ડો.અરશદ મંસૂરીએ જીએસવીએમ મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓને શોધવા માટે પોતાનાં શરીરને દાન કરવાની જાહેરાત કરી, ત્યાર બાદ ઘણા લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. મંસુરી દેહદાનની જાહેરાત કરવામાં આવ્યા બાદ એક વ્યકિતએ મદરેસા એહસાનુલ મદરેસાનાં ઇફતા વિભાગને પુછ્યું કે શું મર્યા બાદ કોઇ ડોકટર અથવા સંસ્થાને દેહદાન કરવામાં આવી શકે છે? આ અંગે મદરેસાનાં મુફતી હનીફ બરકાતીએ ફતવો બહાર પાડ્યો છે

 આ અંગે ફતવો વાંચ્યા બાદ દેવબંદી ઉલેમાએ સમર્થન કરતા કહ્યું હતું કે, વ્યકિત માત્ર તેની વસ્તુઓને કોઇને આપી શકે તેમ નથી જે તેની હોય, પરંતુ મોત બાદ શરીર અલ્લાહનું થઇ જાય છે માટે તેનું દાન કરવામાં આવી શકે નહી. કોઇ પણ મુસ્લિમ વ્યકિતનાં મોત બાદ તેનુ શરીર અલ્લાહનું હોવાથી તેને અખંડ સુપુર્દ એ ખાક કરવું જરૂરી છે

 

(5:55 pm IST)