Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

૨૦ વર્ષની પરિણિતાએ પોલીસની નજર સામે ૧૪મા માળેથી ઝંપલાવી જીવ આપ્યો

મુંબઈ : તાડદેવ વિસ્તારમાં ૨૦ વર્ષની પરિણિતાએ મળસકે ઈમારતના ૧૪મા માળેથી ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હતો. મળસકે ટોઈલેટની બારીના કાચ કાઢ્યા બાદ માંચડા પર ચડીને નવમે માળેથી ૧૪મા માળે પહોંચી ગયેલી પરીણીતાને પરીવારજનોએ નીચે ઉતરવા માટે ઘણી સમજાવી હતી, પણ તે ન માનતા પોલીસને જાણ કરાઈ હતી. જો કે પોલીસ આવ્યા બાદ તેમની નજર સામે જ પરીણીતાએ નીચે પડતુ મૂકયુ હતું. તાડદેવમાં એમ.પી. મીલ કમ્પાઉન્ડ ખાતેની શ્રી ગણેશ બિલ્ડીંગના નવમા માળે રૂમ નંબર - ૯૦૯માં રહેનારી છાયા કૈલાશ ભૂતિયા (૨૦) નામની પરીણીતાએ શુક્રવારે મળસકે ૪.૧૫ વાગ્યાને સુમારે ૧૪મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. છાયાના લગ્ન ૨ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ કૈલાશ સાથે થયા હતા. છાયા ટોઈલેટમાં ગઈ હતી. ટોઈલેટની બારીમાંના કાચ કાઢ્યા હતા અને બહાર બાંધવામાં આવેલા માંચડા પર ચડીને તે નવમા માળેથી ૧૪મા માળે પહોંચી હતી. પરીવારજનોએ છાયાને નીચે ઉતરવા માટે ઘણી સમજાવી હતી પણ તે માની નહોતી.

(2:42 pm IST)