Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ફ્રી કોલ્સ અને ડેટા માટેનો આઇડિયા સૌથી પહેલા ૨૦૧૧માં મારી પુત્રી ઇશાઅે આપ્યો હતોઃ મુકેશ અંબાણી

મુંબઇઃ રિલાયન્સ જિયોનો આઇડિયા સૌથી પહેલા મારી પુત્રી ઇશાઅે આપ્યો હોવાનો સ્‍વીકાર મુકેશ અંબાણીઅે કર્યો છે.

રિલાયન્સ જિયોએ બે વર્ષની અંદર ભારતને દુનિયાનો સૌથી મોટો બ્રોડબેન્ડ ડેટા યુઝ કરનાર દેશ બનાવી દીધો છે. ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીને જિયોનો આઇડિયા તેમની દિકરી ઇશા અંબાણીએ આપ્યો હતો. આ અંગેનો ખુલાસો મુકેશ અંબાણીએ પોતે કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ડ્રાઇવર્સ ઑફ ચેન્જઅવોર્ડ મળવાના અવસરે અંબાણીએ જણાવ્યું કે ઇશાએ 2011માં તેમને જિયોનો આઇડિયા આપ્યો હતો.

જિયોનો આઇડિયા આવ્યા બાદથી રિલાયન્સે ભારતમાં ફોન માર્કેટમાં 31 બિલિયન ડૉલર એટલે કે આશરે 2.01 હજાર કરોડનું રોકાણ કર્યુ છે. 2016માં શરૂ થયેલા જિયો ટેલિકોમે માર્કેટમાં એન્ટ્રી કરતાની સાથે જ ધૂમ મચાવી દીધી હતી અને અન્ય કંપનીઓને પ્રાઇસ વૉરમાં ઉતરવા માટે મજબૂર કરી દીધી હતી. શરૂઆતના મહિનાઓમાં ફ્રી કૉલ્સ અને ડેટા આપીને જિયો ટૂંક સમયમાં ટેલિકોમ માર્કેટમાં છવાઇ ગયું.

અંબાણીએ જણાવ્યું કે જિયોનો આઇડિયા સૌથી પહેલા મારી દિકરી ઇશાએ 2011માં આપ્યો હતો. ત્યારે તે યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી હતી અને રાજાઓમાં ઘરે આવી હતી. કૉલેજનું કંઇક કામ કરતા તેણીએ કહ્યું હતું કે આપણાં ઘરનું ઇન્ટરનેટ ખૂબ જ ખરાબ છે. અંબાણીએ કહ્યું ઇશા અને તેનો જુડવા ભાઇ આકાશ ભારતની યુવા પેઢી છે અને આ પેઢી શ્રેષ્ઠ બનવા માટે રાહ જોવા નથી માંગતી. આ યુવાઓએ મને સમજાવ્યું કે બ્રૉડબેન્ડ ઇન્ટરનેટ એ ટેકનીક ચે જેનાથી ભારતને દૂર નહી રાખી શકાય.

(9:48 am IST)