Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

નેપાળની ક્રિકેટ ટીમ હવે આંતરરાષ્‍ટ્રીય વન-ડે પણ રમશેઃ મળ્યો દરજ્જો

કાઠમંડુઃ નેપાળ ક્રિકેટ ટીમને હવે વન-ડે ક્રિકેટ ટીમનો દરજ્જો મળતા ઇતિહાસ રચાયો છે.

ક્રિકેટ વર્લ્ડકપ ક્વોલીફાયર પ્લેઓફમાં પાપુઆ ન્યૂ ગિનીના સામે છ વિકેટથી જીત સાથે નેપાળે આ સિદ્ધિ મેળવી લીધી છે. વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ દરરજો મેળવવા પર આઈસીસીએ નેપાળને ટ્વીટર પર શુભકામનાઓ પાઠવી હતી.

હરારેમાં રમાયેલ મેચમાં નેપાળે પાપુઆ ન્યૂ ગિનીથી મળેલા ૧૧૫ રનના ટાર્ગેટને ૨૩ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી ટાર્ગેટ મેળવી લીધો અને છ વિકેટથી જીત પોતાના નામે કરી હતી. નેપાળ માટે દીપેન્દ્ર સિંહ આયરીની મહત્વની ભૂમિકા રહી તેમને અણનમ ૫૦ રનની અડધી સદીની ઇનિંગ રમવાના સિવાય ૧૪ રનમાં ચાર વિકેટ મેળવી હતી.

તેના સિવાય સંદીપ લામિચાનેએ પણ ૨૯ રનમાં ચાર વિકેટ લઈને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકી ટીમને ૨૭.૨ ઓવરમાં ૧૧૪ રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. પાપુઆ ન્યૂ ગિનીએ ફરીથી ક્વોલીફાયર મેચમાં નિરાશાજનક બેટિંગ કરી હતી. તે પોતાના ગ્રુપ સત્રની પાંચમાંથી ચાર મેચમાં ૨૦૦ થી ઓછા સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી.

તેની સાથે છેલ્લી ચાર મેચ હારી ચુકેલી આફ્રિકી ટીમ અને હોંગકોંગ વનડે દરજ્જો છીનવાઈ શકે છે. આ ટીમોને હવે ડબ્લ્યુસીએલ ડિવીઝન-બે માં રેલીગેટ કરી દેવામાં આવશે.

નેપાળ ક્રિકેટ માટે આ યાદગાર સમય છે જયારે તેમની ટીમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટી ટીમોની સાથે વનડે પ્રારૂપમાં ઉતરવાની તક મળશે. નેપાળ વર્ષ ૨૦૦૮ માં ડિવીઝન ફાઈવમાં અફઘાનિસ્તાનના સાથે સામેલ હતા. નેપાળ હવે શનિવારે સાતમાં પ્લેઓફ મેચ માટે હોલેન્ડ સામે રમવા ઉતરશે જયારે પાપુઆ ન્યૂ ગિનીનો તેજ દિવસે હોંગકોંગ સામે નવમાં સ્થાન માટે મેચ હશે.

(9:47 am IST)