Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

2019માં ભાજપને 100 બેઠકો બચાવવી મુશ્કેલ થઇ પડશે ;સામના

ભાજપ અહંકારમાં ડૂબેલું છે 2014 જેવું વાતાવરણ કદાચ ગઢબંધનમાં શક્ય બનવાનું નથી : 10 લોકસભા પેટાચૂંટણીઓમાં નવમાં ભાજપને હાર

 

મુંબઈ ;2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 100 બેઠકો બચાવવી ભારે થઇ પડશે શિવસેનાએ કહ્યું છે કે ભાજપ અહંકારમાં ડૂબેલું છે અને 2019માં 100 બેઠકો બચાવવામાં પણ પરસેવો છૂટી જવાનો છે 2014ની લોકસભાની ચૂંટણી વખતે એનડીએમાં જેવું વાતાવરણ હતું. તેવું વાતાવરણ  2019ની લોકસભાની ચૂંટણી સુધીમાં ગઠબંધનમાં શક્ય બનવાનું નથી શિવસેનાના મુખપત્ર સામનામાં જણાવવામાં આવ્યું છે કે 2019માં ભાજપની પાસે 282 બેઠકો મળવાની નથી. પરંતુ 282માંથી 100 બેઠકો બચાવવામાં પણ પરસેવો છૂટશે.

  સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના રાજસ્થાનની પેટાચૂંટણી જીત્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને કહ્યું હતું કે હવે કોંગ્રેસે માત્ર પેટાચૂંટણી લડવી જોઈએ. ભાજપને પોતાના અહંકાર અને પોતાના સાથીપક્ષોને છોડવાને કારણે આ ચૂંટણીમાં હાર મળી છે. કોંગ્રેસને પણ આવા કારણથી હારનો સામનો કરવો પડયો છે.મમતા બેનર્જીએ પણ કહ્યું છે કે ભાજપના અંતની શરૂઆત થઈ ચુકી છે. સૂચન કરવામાં આવ્યું છે કે આપણે એવા લોકોને સ્વીકારવા જોઈએ કે જેમણે ભાજપને નકારી દીધું છે.

  સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ભાજપે એક નાના રાજ્ય ત્રિપુરામાં જીત પ્રાપ્ત કરી અને આખી પાર્ટી ઉજવણીમાં વ્યસ્ત થઈ ચુકી છે. ભાજપની આ ઉજવણી સમાપ્ત થતા પહેલા જ ઉત્તર પ્રદેશના લોકોએ તેને નકારી દીધું અને તેના પરિણામે યુપીની પેટાચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સમાજવાદી પાર્ટીએ મજબૂત પકડની સાથે ભાજપ પાસેથી ગોરખપુર અને ફૂલપુરની બેઠક છીનવી લીધી છે.

  સામનાના તંત્રીલેખમાં ભાજપ પર નિશાન સાધતા કહેવામાં આવ્યું છે કે પેટાચૂંટણીની સાથે દેશના મૂડની સરખામણી કરી શકાય નહીં. પરંતુ કેન્દ્રમાં મોદી સરકારના આવ્યા બાદ 10 લોકસભા પેટાચૂંટણીઓમાં નવમાં ભાજપને હારનો સામનો કરવો પડયો છે. ભાજપ લોકસભામાં 282 બેઠકોમાંથી હવે 273 પર આવી ગઈ છે. તેવામાં લાગી રહ્યું છે કે ભાજપને 2019માં 100માંથી 100 બેઠકોનું નુકસાન થશે.

   સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે પેટાચૂંટણીના પરિણામો બાદ એવું કહી શકાય છે કે લોકોની આંખમાં મોદી લહેરનું પાણી સુકાઈ ચુક્યું છે અને તેઓ હવે સ્પષ્ટપણે બાબતોને જોઈ શકે છે. ભાજપને એ વાતનો અહેસાસ હોવો જોઈએ કે તેઓ રશિયા, કેનેડા, અમેરિકા અથવા ઈઝરાયલમાં ચૂંટણી લડી રહ્યા નથી. તેમણે દેશમાં પોતાના પગ જમાવવા જોઈએ.

(12:00 am IST)