Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ડોનાલ્ડ ટ્રમ્પ જુનીયરની પત્ની વેનેસાએ છુટાછેડા માટે અરજી કરી

વોશિંગ્‍ટનઃ અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રવધુએ છુટાછેડાની અરજી કરતા ખળભળાટ મચી ગયો છે.

ડોનાલ્ડ ટ્રંપ જૂનિયરની પત્ની વેનેસા ટ્રંપે તલાકની અરજી આપી છે. પબ્લિક કોર્ટમાં ગુરવારે જાહેર કરવામાં આવેલા આવેદન અનુસાર પૂર્વ મોડલ વેનેસાએ રાષ્ટ્રપતિના પુત્ર સાથે તલાકની અરજી કરી છે. જો કે તલાક સાથે જોડાયેલી દલાલોની જાણકારી સાર્વજનિક કરવામાં આવી નથી.

જણાવી દયે કે જૂનિયર ટ્રંપ અને વેનેસાના લગ્ન વર્ષ 2005માં થયા હતા. અને તેને 5 બાળકો છે. ટ્રંપ આર્ગેનાઈઝેશન, જ્યાં ડોનાલ્ડ ટ્રંપ જૂનિયર કાર્યકારી અધિકારી છે. જો કે આ મુદ્દા પર હજુ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ગયા મહીને વેનેસા ટ્રંપએ પોતાના પતિના નામ પર આવેલો એક પત્ર ખોલ્યો હતો. જેમાં સફેદ કલરનો પાઉડર હતો. જે બાદ તેને સાવચેતીપૂર્વક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે તપાસમાં તે પદાર્થ ખતરનાખ નહિં હોવાની વાત સામે આવી હતી. આ સમગ્ર ઘટના બાદ મૈસચ્યૂટ્સના એક વ્યક્તિને આ ખતરનાખ પત્ર મોકલવા પર તેની ધરપકડ કરવામાં આવી હતી.

(9:42 am IST)