Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખરએ ર૩ ફેબ્રુ. ના ભારત બંધનુ એલાન આપ્યું: રાજનીતિક દળોનું સમર્થન મેળવાઇ રહ્યું છે

ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખરએ ર૩ ફેબ્રુઆરીના ભારત બંધની અપીલ કરી છે આ બંધનુ કારણ સુપ્રીમ કોર્ટના આ તાજા નિર્ણયનો વિરોધ કરે છે. જેમાં પ્રમોશનમા આરક્ષણને લઇ આદેશ જારી કરવામાં આવ્યો હતો. ભીમ આર્મીએ આના વિરોધમાં ૧૬ ફેબ્રુઆરીા દિલ્લીમા મંડી હાઉસથી સંસદ સુધી રેલી પણ કાઢી હતી. વિરોધના આગલા ક્રમમાં હવે ર૩ ફેબ્રુ.ના ભારત બંધનુ આહવાન છે.

માલુમ થાય કે ગત દિવસોમાં સુપ્રીમ કોર્ટએ ઉતરાખંડથી જોડાયેલ એક કેસની સુનાવણી દરમ્યાન  આ વ્યવસ્થા આપી હતી કે પ્રમોશનમા  આરક્ષણ કે કોટા સિસ્ટમ કોઇપણ મૌલિક અધિકારને લઇને નથી આવતો. ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરએ પોતાના ટવિટર હેન્ડલથી આની જાણકારી આપતા કહ્યું છે કે આરક્ષણથી કોઇપણ પ્રકારની છેડછાડ બરદાસ્ત નહી કરાય.

હું બધી રાજનીતિક પાર્ટીઓને અપીલ કરૂ છું કે ર૩ ફેબ્રુ.ના ભારત બંધમા સહયોગ આપે. ચંદ્રશેખરએ અતિ પછાત વર્ગ, અનુસુચિત જાતી, જનજાતિ અને અલ્પસંખ્યક વર્ગના લોકોને પણ અપીલ કરી છે કે ભારત બંધના સમર્થનમા  ઘરથી બહાર ન નીકળવું. ભીમ આર્મીની માંગ છે કે તે નીજી ક્ષેત્રની નોકરીઓમાં પણ આરક્ષણ લાગૂ થવું જોઇએ.  ભારત બંધના આહવાન પછી સોશ્યલ મીડિયા પર વિરોધ અને સમર્થન બન્ને સૂર જોવા મળે છે. થોડા લોકો બંધનુ સમર્થન કરે છે થોડા વિરોધ કરે છે અને આને અરાજકતાનુ બહાનુ બતાવે છે.

(9:45 pm IST)