Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મિઝોરમની આ બાળકી બહાદુર જ નહીં, ઉદાર પણ છે

આઇઝીલ તા. ૧૭ : નાની અપહૃત બાળકીને બચાવવા બદલ વીરતા પુરસ્કાર મેળવનારી મિઝોરમની ૧૨ વર્ષની કેરોલિને તેને મળેલા પુરસ્કારમાંથી અડધી રકમ તેણે જે બાળકીને બચાવી હતી તેને આપી દીધી હતી. કેરોલિને બાળકીને ૧૦,૦૦૦ રૂપિયા, ચાંદીનો હાર અને દિલ્હીથી લાવેલી એ કપડાં આપી દીધાં હતાં.ઙ્ગ

ગયા વર્ષે જૂનમાં કેરોલિન તેના ઘર પાસે રમી રહી હતી ત્યારે લગભગ ૭ વર્ષની એક અજાણી બાળકી પણ ત્યાં રમવા આવી હતી. કેરોલિનને પછીથી જાણ થઈ કે એ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ કેરોલિન બાળકીને શોધવામાં લાગી ગઈ જે ૩૧ વર્ષની જોનુનસાંગિન ફનાઈ નામની મહિલાના ઘરમાં હોવાની તેને જાણ થઈ હતી. તક મળતાં કેરોલિન બાળકીને પીઠ પર લાદીને તેના ઘર તરફ દોડી ગઈ હતી અને ત્યાર બાદ કેરોલિનનાં માતા-પિતાએ પોલીસને જાણ કરીને બાળકીને તેનાં માતા-પિતા પાસે પહોંચાડી દઈ આરોપીઓની ધરપકડ કરાવી હતી.

કેરોલિનને અપહૃત બાળકીની આર્થિક સ્થિતિ વિશે જાણ થતાં તેણે દિલ્હીમાં વીરતા પુરસ્કારમાં મળેલી ઇનામની અડધી રકમ અને અન્ય ચીજો તેને આપી દીધી હતી.

(3:52 pm IST)