Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના શપથ સમારોહમાં ટોપી ગાયબ - કપાળ ઉપર દેખાયુ મોટુ તિલક

નવી દિલ્લી,તા.૧૭: દિલ્લીનાં ઐતીહાસીક રામલીલા મેદાનમાં રવિવારે જયારે અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત મુખયમંત્રી તરીકે શપથ લીધી હતી ત્યારે કેટલીક બાબતો બદલી લાગી હતી. ગત વખતની જેમ આ વર્ષે પણ તેના માથે ટોપી દેખાય ન હતી. તેઓએ કપાળ પર મોટુ તીલક કર્યુ હતુ. કેટલીક બાબતો પણ અત્યારે બીજા નેતાઓથી અલગ દેખાય હતી.

ત્રીજી સરકારમાં પણ કુર્તાધારી મંત્રીઓનું વર્ચસ્વ દેખાયુ ન હતુ. સાત મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં પાંચ મંત્રીઓએ પેન્ટ-શર્ટ પહેર્યા હતા.

(11:27 am IST)