Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

એમપીના સિહોરમાં ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં.દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

વરવધુના સ્ટેજ પર બુદ્ધ અને ડૉ.આંબેડકરની તસ્વીર: વરરાજા હાથમાં સંવિધાનની કોપી લઈને ચાલ્યા

મધ્ય પ્રદેશના સિહોરમાં એક અનોખા લગ્ન થયાં છે, આ લગ્નમાં ન તો કોઈ ફેરા લેવામાં આવ્યા છે, ન તો કોઈ મંગળસૂત્ર પહેરાવામાં આવ્યું છે અને ન તો સિંદૂર ભરવામાં આવ્યું છે. આ અનોખા લગ્નમાં વરવધુએ દેશના સંવિધાનની શપથ લઈ જીવનભર એકબીજાનો સાથ નિભાવવાનો સંકલ્પ લઈ વિવાહીત જીવનની શરૂઆત કરી હતી

 સિહોર શહેરના ભારતી નગર નિવાસી વિષ્ણુપ્રસાદ દોહરેના પુત્ર હેમન્ત અને જયરામ ભાસ્કરની પુત્રી મધુના અનોખી રીતે લગ્ન થયા છે. આ લગ્નને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા હતા. જાનમાં વરરાજા હાથમાં સંવિધાનની કોપી લઈને ચાલી રહ્યા હતા

  વરવધુના સ્ટેજ પર બુદ્ધ અને ડૉ.આંબેડકરની તસ્વીર રાખવામાં આવી હતી. જેને સાક્ષી માની કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ વરવધુને સંવિધાનની પ્રસ્તાવનાના શપથ લેવડાવામાં આવ્યા હતા, ત્યાર બાદ જીવનભર એકબીજા સાથે રહેવાનો સંકલ્પ લઈ લગ્નની વિધિ પૂર્ણ કરી હતી.

(12:00 am IST)