Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

પુલવામા અટેક : PSLનો બહિષ્કાર કરવાનો નિર્ણય

નિર્ણયથી પાકિસ્તાન ક્રિકેટને મોટો ફટકો પડ્યો : ભારતમાં પીએસએલની કોઈ મેચો ન દર્શાવવાનો નિર્ણય

મુંબઈ,તા. ૧૭ : પુલવામામાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાન સુપર લિગના પ્રસારણને રોકવાનો નિર્ણંય કરવામાં આવ્યો છે. ડી સ્પોર્ટ્સ ચેનલે ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આઈપીએલની જેમ જ પાકિસ્તાનમાં સુપર લિગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચોનું પ્રસારણ ડી સ્પોર્ટ્સ દ્વારા કરવામાં આવે છે. પરંતુ પુલવામામાં સીઆરપીએફના જવાનો પર હુમલો કરવામાં આવ્યા બાદ ચેનલો મેચોના પ્રસારણને રોકવાનો નિર્ણય કર્યો છે. કારણ કે આ ટુર્નામેન્ટ પહેલા બે સિજન માત્ર વેબ પર હતી. ગયા વર્ષે ડી સ્પોર્ટ્સે મેચોના પ્રસારણ માટે તૈયારી દર્શાવી હતી. ચેનલના ટોપ અધિકારીઓએ કહ્યું છે કે, પ્રસારણને મંજુરી આપવામાં આવી રહી નથી. અધિકારીઓએ કહ્યું છે કે અમે રાષ્ટ્રીય મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ છીએ અને વિચારણા પણ કરી રહ્યા છે કે કઈ રીતે વિવાદનો ઉકેલ લાવવામાં આવે. પાકિસ્તાન સુપર લિગની મેચો રોકવામાં આવતા પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આ સંદર્ભમાં હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ઈન્ડિયન પ્રિમિયર લીગમાં પાકિસ્તાની ખેલાડીઓ પહેલાથી જ રમી રહ્યા નથી પરંતુ હવે તેમની ટુર્નામેન્ટને પણ પ્રસારણ માટે રોકી દેવાઈ છે. ૨૦૦૯માં લાહોરમાં શ્રીલંકન ટીમ ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનમાં ટીમ રમતી નથી.

(9:32 pm IST)