Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ISI સાથે સંબંધ રાખનારા અલગતાવાદી નેતાઓની નેતાઓની સુરક્ષા પાછી ખેંચવા સરકારની તૈયારી

ગૃહ સચિવ અલગતાવાદીઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કરશે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર તંત્ર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે શંકાસ્પદ રીતે સંપર્ક ધરાવનારા કાશ્મીરી અલગતાવાદી નેતાઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કરશે અને પછી તેને પરત ખેંચવાની તૈયારી કરી રહ્યું છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે એક ભલામણ આવી હતી ત્યાર બાદ આવા વ્યક્તિઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. જે અંગે આઇએસઆઇની સાથે સંબંધ હોવાની શંકા છે

જમ્મુ કાશ્મીર સરકારના ગૃહ સચિવ અલગતાવાદીઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કરશે અને પછી તેને પરત લેવાનો નિર્ણય કરશે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર અલગતાવાદીઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કરશે કારણ કે તેમાંથી મોટા ભાગનાં લોકોને જમ્મુ પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે

(12:47 am IST)