Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રાત્રે જમ્મુ કાશ્મીરમાં 4,1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો :લોકો ઘરની બહાર નીકળી ગયા

ભૂકંપ 10 કિમી ઉંડાઇમાં તેનું કેન્દ્ર 33.03 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 75.93 ડિગ્રી પૂર્વિય દેશાંતર પર હતું

શ્રીનગર : ભારે ઠંડી અને હિમવર્ષા વચ્ચે જમ્મુ કાશ્મીરમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી પ્રમાણે ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1ની તિવ્રતા માપવામાં આવી. ભૂકંપના કારણે હાલ કોઈ જાનહાનીની ખબર સામે આવી નથી. ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરોની બહાર નિકળી ગયા.

જમ્મુ કાશ્મીરમાં શનિવારે રાત્રે 10.0 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે ભૂકંપને કેટલીક સેકેન્ડ માટે અનુભવાયો. ભૂકંપ 10 કિમી ઉંડાઇમાં હતુ અને તેનું કેન્દ્ર 33.03 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 75.93 ડિગ્રી પૂર્વિય દેશાંતર પર હતું.

11 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં 5.1ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે સાંજે 07.32 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા અને તે થોડી સેકેન્ડ સુધી અનુભવાયા

(12:15 am IST)
  • દેશમાં કોરોના થાક્યો; નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,57,679 થઇ :એક્ટિવ કેસ 2,06,879 થયા: વધુ 15,011 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,93,994 થયા :વધુ 162 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,292 થયા access_time 12:56 am IST

  • સવા બે લાખ લોકોને કોરોના વેક્સિન અપાઈ દેશમાં અત્યાર સુધીમાં 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય access_time 8:29 pm IST

  • વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર યથાવત ચાલુ : અમેરિકાને કોરોના સતત નચાવે છે: આજે સવાર સુધીમાં બે લાખથી ઉપર કેસ નોંધાયા : અમેરિકામાં પોઝિટિવિટી રેટ ૧૦.૭ ટકા, સવા લાખ કોરોના દર્દીઓ હોસ્પિટલમાં, ૨૩ હજારથી વધુ આઈસીયુમાં અને ૨૪ કલાકમાં લગભગ ૩૭૦૦ નવા મૃત્યુ થયા છે : અત્યાર સુધીમાં ૧.૩૭ કરોડ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી અપાઇ ચૂકી છે: બ્રાઝિલમાં સવાર સુધીમાં નવા ૬૨ હજાર, ઇગ્લેન્ડમાં ૪૧ હજાર, રશિયામાં ૨૪ હજાર, ફ્રાન્સમાં ૨૧ હજાર, ઇટાલીમાં ૧૬ હજાર અને ભારતમાં નવા કોરોના કેસ ૧૫,૧૪૪ નોંધાયા છે: આ ઉપરાંત જર્મનીમાં ૧૪ હજારથી વધુ, ઈઝરાયેલમાં ૮ હજારથી વધુ અને જાપાન- કેનેડામાં છ હજારની આસપાસ નવા કેસ નોંધાણા: યુનાઇટેડ આરબ અમીરાતમાં પણ ૨૪ કલાકમાં ૩૪૦૦થી વધુ કોરોના કેસ નોંધાયા છે: ભારતમાં આજે 181 નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૫,૧૪૪ નવા કેસો સામે ૧૭ હજારથી પણ વધુ લોકો સાજા થયા છે. access_time 3:30 pm IST