Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

રશિયાએ ભારત માટે એસ-૪૦૦ મિસાઇલ પ્રણાલિઓનું નિર્માણ શરૂ કર્યુઃ બધીજ પાંચ મિસાઇલો ર૦રપ સુધીમાં ભારતને મળી જશે

રશિયાએ શુક્રવારના કહ્યું કે એમણે ભારત માટે જમીનથી હવામા માર કરવાવાળી લાંબા અંતરની એસ-૪૦૦ મિસાઇલનુ નિર્માણ શરૂ કરી દીધુ છે અને બધી પાંચ મિસાઇલો ર૦રપ સુધીમાં ભારતને સોંપી દેવામાં આવશે.

રશિયા મિશનના ઉપપ્રમુખ રોમન બાબુ શકિનએ એમ પણ કહ્યું કે ભારત માટે હલકા વજનવાળી બહુઉદેશીય કામોવ સૈન્ય હેલિકોપ્ટરો સંયૂકત નિર્માણ માટે જલ્દી એક અનુબંધન અંતિમ રૂપ આપવામાં આવશે. ભારતીય સશસ્ત્રબળોને વર્ષે પ૦૦૦ કલાશ્નિકોવ રાઇફલોનો પ્રથમ જથ્થો મળી જશે.

વર્ષે રક્ષાક્ષેત્રમા મોટા સોદાને ક્રિયાન્વયન પર ધ્યાન આપવામાં આવશે એમણે વિસ્તારની જાણકારી આપ્યા વિના કહ્યું કે પાંચ એસ-૪૦૦ વાયુ રક્ષા પ્રણાલિઓની આપૂર્તિ ર૦રપ સુધીમાં પુરી કરવામાં આવશે. નિર્માણ શરૂ થઇ ગયુ છે.

ભારતએ વાયુરક્ષા પ્રણાલી ખરીદવા પાંચ અબજ ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા. ગયા વર્ષે ભારતએ મિસાઇલ પ્રણાલીઓ માટે રશીયાને ૮૦ કરોડ ડોલરનુ ચુકવણું કર્યુ હતુ.

(11:01 pm IST)