Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પાકિસ્તાને યુએનમાં કાશ્મીર મુદ્દો ઉછાળ્યો : ચીને કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી : ગણાવ્યો ઐતિહાસિક વિવાદ

ચીને કહ્યું દ્વિપક્ષીય કરાર દ્વારા શાંતિપૂર્ણ રીતે તેનો ઉકેલ લાવવો જોઈએ.

નવી દિલ્હી : પાકિસ્તાને ફરી એકવાર યુ.એન. માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે.અને ચીને કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે કાશ્મીર અંગે ચીનનું વલણ સ્પષ્ટ છે. આ ઐતિહાસિક વિવાદ છે અને યુએન ચાર્ટર, સિક્યુરિટી કાઉન્સિલ હેઠળ દ્વિપક્ષીય કરાર દ્વારા શાંતિપૂર્ણ રીતે તેનો ઉકેલ લાવવો જોઈએ.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે, પાકિસ્તાનની વિનંતી પર, સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે 15 ઓગસ્ટે કાશ્મીર મુદ્દાની સમીક્ષા કરી. સુરક્ષા પરિષદના સભ્યો કાશ્મીરની હાલની સ્થિતિ અંગે ચિંતિત છે. સભ્યો યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન અને વિવાદના શાંતિપૂર્ણ સમાધાન પર સહમત થયા. ચીને કહ્યું હતું કે તેના પ્રયાસનો હેતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાવને ઘટાડવાનો છે. ચીને એવો પણ દાવો કર્યો છે કે કાઉન્સિલના મોટાભાગના સભ્યોએ ખીણની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે

(9:13 pm IST)