Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ડોક્ટર બોંબ ખુબ ખતરનાક

૧૯૯૪માં પ્રથમ વખત ધરપકડ થઇ હતી

નવી દિલ્હી, તા.૧૭ : રાજસ્થાનના જયપુરમાં સિરિયલ બોંબ બ્લાસ્ટના દોષિત જલીસ અન્સારીને કાનપુરમાંથી પકડી લેવામાં આવ્યો છે. અન્સારીને કાનપુરથી લખનૌ લાવવામાં આવ્યો છે. ડીજીપી ઓપી સિંહે કહ્યું છે કે, તે યુપીના રસ્તે નેપાળ ફરાર થઇ જવાના પ્રયાસમાં હતો. કાનપુરમાં એક મસ્જિદમાંથી બહાર નિકળતી વેળા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોતાની પેરોલ ખતમ થયા બાદ તે લાપત્તા થઇ ગયો હતો. ડોક્ટર બોંબ પર દેશભરમાં ૫૦થી વધુ જગ્યાએ બોંબ બ્લાસ્ટમાં ભૂમિકા હોવાનો આક્ષેપ રહેલો છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ સાથીઓની સાથે મળીને જુદી જુદી જગ્યાઓએ બોંબ પ્લાન્ટ કર્યા હતા. છેલ્લે તેને માલેગાંવની એક કોર્ટે ૨૦૧૮માં ૧૦ વર્ષની સજા ફટકારી હતી. જલીસ અન્સારી ઉર્ફે ડોક્ટર બોંબ અંગે મહત્વની બાબત નીચે મુજબ છે.

*       જલીસ અન્સારી ઉર્ફે ડોક્ટર બોંબ પાંચમી ડિસેમ્બર અને છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૩ના દિવસે રાજસ્થાનમાં છ જગ્યા પર થયેલા બોંબ બ્લાસ્ટના મામલામાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે

*       દેશભરમાં જુદા જુદા સ્થળ પર ૫૦થી વધુ જગ્યાએ બ્લાસ્ટ કરવામાં તેની સીધી ભૂમિકા રહેલી છે. આજ કારણસર તેને ડોક્ટર બોંબ તરીકે પણ ગણવામાં આવે છે

*       રાજધાની એક્સપ્રેસમાં બોંબ પ્લાન્ટ કરવામાં ભૂમિકા બદલ ૧૯૯૪માં સીબીઆઈ દ્વારા તેની પ્રથમ વખત ધરપકડ કરાઈ હતી

*       જલીસ ઉર્ફે ડોક્ટર બોંબ પર પુણેમાં બ્લાસ્ટમાં ભૂમિકા હોવાની પણ વાત ખુલી ચુકી છે જ્યાં જલીસ અને તેના સાથીઓએ મળીને ૧૯૯૨માં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ જુદી જુદી જગ્યાઓએ બોંબ પ્લાન્ટ કર્યા હતા

*       જલીસ ઉર્ફે ડોક્ટર બોંબની પાંચ અને છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૩ના દિવસે હૈદરાબાદમાં સિરિયલ બ્લાસ્ટના મામલામાં ધરપકડ બાદ ખટલો ચલવવામાં આવ્યો હતો. અહીં ઓછી તીવ્રતાના બ્લાસ્ટ આઈઇડીની મદદથી કરવામાં આવ્યા હતા. અન્સારીને ૨૦૧૫માં આ કેસમાં નિર્દોષ છોડવામાં આવ્યો હતો

*       ૨૦૧૮માં માલેગાંવ કોર્ટે ગિરના નદીની નીચે બોંબ પ્લાન્ટ કરવા બદલ અપરાધી ઠેરવીને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી

(7:40 pm IST)