Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

36 કેન્દ્રીય મંત્રીઓ કાશ્મીરની મુલાકાતે આવે એ પહેલા કાશ્મીરમાં વધુ ચાર નેતાઓને મુક્ત કરાયા

છેલ્લા 24 કલાકમાં નવ નેતાઓને છોડી મુક્યા : 20 હજુ પણ 5 જેલમાં બંધ

 

નવી દિલ્હી : ૩૬ કેન્દ્રીય મંત્રીઓ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવે તે પહેલા કાશ્મીરમાં વધુ ચાર નેતાઓને છોડી મુકવામાં આવ્યા છે છેલ્લા 24 કલાકમાં ૯ નેતાઓને  જેલમાંથી છોડી દીધા છે જોકે ૨૦ હજુ પણ 5 જેલમાં બંધ છે  જાન્યુઆરીના  અંત સુધીમાં બહાર આવશે,૩ પૂર્વ સીએમ, પૂર્વ આઈએએસ અધિકારી –શાહ ફૈઝલ, ભાજપ સરકારમાં પ્રધાન રહી જ ચૂકેલા અને પોતાને નરેન્દ્રભાઈ મોદીના નાના  ભાઈ તરીકે વર્ણવતા સજ્જાદ ગની  લોન ને જે ક્યારે છોડશે તે અંગે મૌન સેવાઈ છે  મુક્ત કરવામાં આવેલા નેતાઓ માં નેશનલ કોન્ફરન્સ, પીડીપી, પીપલ્સ કોન્ફરન્સ અને કોંગ્રેસના છે.

(6:46 pm IST)