Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સીએએને રોકવા સુપ્રિમમાં ઇન્ડીયન મુસ્લીમ લીગની અરજી

નવી દિલ્હી,તા.૧૭: ઇન્ડીયન યુનિયન મુસ્લિમ લીગ (આઇયુએમએલ)એ ગઇ કાલે સુપ્રિમમાં અરજી દાખલ કરીને દેશભરમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર(એનઆરસી) લાગુ થશે અને તે રાષ્ટ્રીય વસ્તી રજીસ્ટર (એનપીઆર) સાથે સંકળાયેલ છેે તે બાબતની સ્પષ્ટતા કરવાનો કેન્દ્રને આદેશ આપવાની માંગણી કરી છે. બીજી એક અરજીમાં ૧૦ જાન્યુઆરીથી સીએએ લાગુ કરવાની અધિસુચના પર રોક લગાવીને તેને રદ કરવાની માંગણી પણ કરવામાં આવી છે.

(4:19 pm IST)