Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પેપર ઇન્ડસ્ટ્રીઝને રાહત મળે તેવી પણ સંભાવના

કાગળ અને લાકડાની બનાવટ પર રાહત મળી શકે : હાલમાં આ ચીજો પર ડયુટી ક્રમશ ૧૦-પ ટકા રહેલી છે

નવી દિલ્હી,તા. ૧૭: નાણામંત્રી નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરનાર છે. બજેટમાં નાણાંપ્રધાન પેપર ઇન્ડસ્ટ્રીઝને મોટી રાહત આપી શકે છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા અલબત્ત રદ્દી કાગળ અને લાકડાની ચીજો પર આયાત ડ્યુટી ખતમ કરવાની ભલામણ કરી છે. હાલમાં તેના પર ડ્યુટી ક્રમશ ૧૦ ટકા અને પાંચ ટકા રહેલી છે. પેપર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સસ્તી આયાત પર પોતાની ચિંતા મંત્રાલયની સામે રજૂ કરી દીધી છે. સુત્રોએ કહ્યુ છે કે કોટેડ પેપર નિર્માણ પર સસ્તી આયાતની ખરાબ અસર થઇ રહી છે. આના પર આયાત ડ્યુટી વધી જવાના કારણે તેની માઠી અસર થઇ રહી છે.

નાણાપ્રધાન તરીકે સીતારામન કેટલીક બેઠકો કરી ચુક્યા છે. જુદા જુદા ક્ષેત્રો સાથે તેમની બેઠક થઇ ચુકી છે.પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ  તમામ વર્ગના લોકો માટે કેટલીક જાહેરાત ચોક્કસપણે કરવામાં આવી શકે છે. વર્તમાન સરકાર દ્વારા આ બીજુ બજેટ રજૂ કરવામાં આવનાર છે જેમાં મધ્ય વર્ગ માટે ટેક્સ રાહતો જાહેર કરાશે. સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની તકલીફો દૂર કરવા ઉપર ધ્યાન અપાશે. નાણામંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચુકેલાસીતારામન માટે અનેક પડકારો રહેલા છે. ઇન્કમ ટ્રાન્સફર સહિત જુદા જુદા વિકલ્પ સાથે કૃષિ પેકેજ ઉપર વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત વધુ ઉદાર લઘુત્તમ સમર્થન મૂલ્ય સ્કીમ જાહેર થઇ શકે છે. ઉપરાંત પાર્ટ લોન માટે વ્યાજ માફીની જાહેરાત પણ કરવામાં આવી શકે છે.

અન્ય પગલા ઉપર પણ ચર્ચા ચાલી રહી છે.  મળેલી માહિતી મુજબ ખેડૂતોની તકલીફ દૂર કરવા પગલા લેવાશે. આવક આધાર માટે પણ કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે.  નાણાંપ્રધાન તરીકે સીતારામન અને મોદી સરકારની હાલમાં ચારેબાજુ કેટલાક પાસાને લઇને ખાસ કરીને મોંઘવારીને લઇને વ્યાપક ટિકા થઇ રહી છે.

(4:17 pm IST)