Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

૩૦૦ ચીની ચીજ વસ્તુઓ પર ડયૂટી વધારવાની કેન્દ્રની યોજના

ચીની રમકડાં, ચીની પગરખાં અને ચીની મોબાઇલ ફોન ખૂબ સસ્તાં મળે છે, એને કારણે ઘરઆંગણે કંપનીઓને ભારે નુકસાન સહેવું પડે છે

નવી દિલ્હી, તા.૧૭: આગામી બજેટમાં કેન્દ્ર સરકાર ચીની માલ સામાન પરની ડયૂટી વધારવાનું વિચારી ચૂકી છે એવી જાણકારી મળી હતી.

અત્યારે ચીની માલસામાન ઘણો સસ્તો મળે છે. ખાસ કરીને ચીની રમકડાં, ચીની પગરખાં અને ચીની મોબાઇલ ફોન ખૂબ સસ્તાં મળે છે. એને કારણે દ્યરઆંગણે કંપનીઓને ભારે નુકસાન સહેવું પડે છે.

કેન્દ્રના વેપાર વાણિજય મંત્ર્યાલયે આ બાબતે વડા પ્રધાન કાર્યાલયને એક કરતાં વધુ વખત વાકેફ કર્યું હતું. હવે મળતી માહિતી મુજબ આગામી બજેટમાં કેન્દ્ર સરકાર ચીની માલસામાન પર ડ્યૂટી વધારી દેશે એટલે એ માલ સામાન પહેલાં જેવો સસ્તો નહીં રહે.

વેપાર વાણિજય મંત્ર્યાલયની સાથોસાથ નાણાં મંત્ર્યાલયે પણ વડા પ્રધાન કાર્યાલય સાથે મળીને ૩૦૦ ચીની આઇટમો પસંદ કરી છે જેના પર ડ્યૂટી વધતાં એ પહેલાં જેવી સસ્તી નહીં રહે. દ્યરઆંગણે ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓને અત્યાર સુધી થયેલી ખોટ સરભર કરવાના પ્રયાસ રૂપે આ પગલું લેવાશે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ કરવાનાં છે એમાં આ પ્રસ્તાવને સમાવી લેવાનાં છે એમ જાણકાર વર્તુળોએ કહ્યું હતું.

એક ભલામણ એવી છે કે વિદેશથી આયાત થતાં તમામ રમકડાં પર ૧૦૦ ટકા ડ્યૂટી લાદવી જોઇએ. હાલ વિદેશી રમકડાં પર ફકત વીસ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે. એજ રીતે વિદેશી શૂઝ પર ૧૦દ્મક ૧૫ ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગે છે. શૂઝ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારીને ૪૦ ટકા કરી દેવામાં આવશે.

(3:37 pm IST)