Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

૩૬.૯ કરોડ ગ્રાહકો સાથે જિઓ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની

ટ્રાઇના આંકડા અનુસાર રિલાયન્સ જિઓમાં પ૬ લાખ નવા ગ્રાહક ઉમેરાયા

નવી દિલ્હી, તા.૧૭ : ગ્રાહકોની સંખ્યાની દૃષ્ટિએ રિલાયન્સ જિઓ નવેમ્બર-ર૦૧૯માં દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ગઇ છે. નવેમ્બરમાં તેના મોબાઇલ ગ્રાહકોની સંખ્યા ૩૬.૯ કરોડ રહી હતી. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇના આંકડા પરથી આ જાણકારી મળી છે. નવેમ્બરમાં વોડાફોન-આઇડિયાના મોબાઇલ ગ્રાહકોની સંખ્યા ૩૩.૬ર કરોડ હતી, જયારે ભારતી એરટેલના ગ્રાહકોની સંખ્યા ૩ર.૭૩ કરોડ હતી.

દેશમાં કુલ ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા નવેમ્બરમાં ર.૪ ટકા ઘટીને ૧૧૭.પ૮ કરોડ રહી હતી, જે ઓકટોબરમાં ૧ર૦.૪૮ કરોડ હતી. મોબાઇલ ગ્રાહકોની સંખ્યા આ મહીને ર.૪૩ ટકા ઘટીને ૧૧પ.૪૩ કરોડ રહી હતી. ઓકટોબરમાં આ આંકડો ૧૧૮.૩૪ કરોડનો હતો. નવેમ્બરમાં વોડાફોન-આઇડીયાના ગ્રાહકોની સંખ્યા સૌથી વધુ ૩.૬ કરોડ ઘટી હતી, જયારે આ દરમિયાન રિલાયન્સ જિઓમાં પ૬ લાખ, એરટેલમાં ૧૬.પ૯ લાખ અને બીએસએનએલમાં ૩.૪૧ લાખ નવા ગ્રાહકો જોડાયા હતાં.

(3:37 pm IST)